<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

સાંજે રેસકોર્ષમાં આતશબાજી-રાવણ દહન

વિહિપ દ્વારા આયોજનઃ સ્‍થળ પર શષા પૂજનઃ મુખ્‍ય વકતા કિશનજી પ્રજાપત

વિશ્વ હિન્‍દુ પરિષદ દ્વારા આજે સાંજે

૬ વાગ્‍યે રેસકોર્ષ મેદાનમાં યોજાનાર રાક્ષસ દહનની પૂર્વ તૈયારીની તસ્‍વીર. ૬૦ ફુટના રાક્ષસના પુતળાનું દહન કરવામાં આવશે.

તે પૂર્વે નયનરમ્‍ય આતશબાજી થશે.

(તસ્‍વીરઃ અભિજિત બગથરિયા)

રાજકોટ, તા. ર૦: વિજ્‍યાદશમીનો ઉત્‍સવ એટલે આશુરી શક્‍તીનો નાશ અને સત્‍યનો વિજય. વિજ્‍યાદશમી શબ્‍દમા બે શબ્‍દો વિજય અને દશમી આવે છે. નવરાત્રીના નવ દિવસના અંતે દશમા દિવસને વિજ્‍યાદશમી એટલેકે દશેરા તરીકે ભારતભરમાં ઉજવવામાં આવે છે. રાજકોટમાં વિહિપ દ્વારા આજે સાંજે ૬ વાગ્‍યે રેસકોર્ષ મેદાનમાં ૬૦ ફુટના રાક્ષસનું દહન થશે.

વિશ્વ હિંદુ પરિષદ પ્રેરીત શ્રી દશેરા મહોત્‍સવ સમિતિ દ્વારા આગેવાનો વનરાજભાઇ ગરૈયા, માવજીભાઇ ડોડીયા, હસુભાઇ ભગદેવ, ભુપતભાઈ ગોવાણી, હસુભાઈ ચંદારાણા, શાંતુંભાઈ રૂપારેલીયા, પરેશભાઇ રુપારેલીયા, કુણાલભાઇ વ્‍યાસ, કૌશીકભાઇ સરધારા, મનોજભાઇ ડોડીયા, અશ્વીનભાઇ ગોસાઇ, દિપકભાઇ ગમઢા વગેરે ની મળેલી બેઠકમાં આ વર્ષે દશેરાની થીમ નક્કી કરવામાં આવી હતી.

આ વર્ષે દશેરા મહોત્‍સવ નિમિતે રાજકોટમાં યોજાનાર રાક્ષશ દહન કાર્યક્રમમા રાજકોટ વાસીઓને ધર્માતરણ મુક્‍ત સમાજનો સંદેશ દેવા માટે બજરંગ દળના કેંદ્રીય પ્રમુખ માનનીયા કિશનજી પ્રજાપત ની વિશેષ ઉપસ્‍થીતી રહેવાની છે. તેઓ બજરંગ દળના રાષ્‍ટ્રીય સંયોજક હોવા ઉપરાંત વિશ્વ હિંદુ પરીષદના કેંદ્રિય મંત્રી મંડળમાં પણ છે. અનેક વર્ષોથી પુર્ણકાલીન કાર્યકર્તા તરીકે સેવા આપતા કિશનજી દેશના યુવાનો માટે પ્રેરણારુપ કાર્ય કરી રહ્યા છે. નિડર અને પ્રતીભાશાળી વ્‍યક્‍તિત્‍વ ધરાવતા તથા દેશ અને ધર્મ માટે જીવન ન્‍યોછાવર કરનારા કિશનજી આ વર્ષે રાજકોટવાસીઓને ધર્માંતરણ મુક્‍ત સમાજ નુ નિર્માણ કેવી રીતે કરવુ તેનો સંદેશ આપશે.

કાર્યક્રમની વિગત આજે તા. ર૦ મંગળવારે સમય સાંજે ૬ કલાકે સ્‍થળ રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે યોજાશે.

શ્રી દશેરા મહોત્‍સવ સમિતિ દ્વારા જાહેર જનતાને આ રાવણ દહન કાર્યક્રમમાં જોડાવા તથા માણવા અને નિહાળવા માટે જાહેર નિમંત્રણ પાઠવ્‍યું છે.

(2:39 PM IST)