<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

આતશબાજીએ રચી આકાશી રંગોળી

મનપા દ્વારા શહેરના રેસકોર્ષ રીંગરોડ ફરતે રોશનીનો ઓજસ પથરાયોઃ આજે રંગોળી સ્‍પર્ધાઃ ટેબ્‍લો કાર્નીવલ

રાજકોટ તા.૭: મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોના જીવનમાં આનંદ, ઉમંગ અને ઉત્‍સાહના રંગો ઉમેરવા તથા દીપોત્‍સવીના પર્વને યાદગાર બનાવવા માટે તા.૬ થી ૮ નવેમ્‍બર, ૨૦૨૬ દરમિયાન ‘રંગ, રોશની અને રાજકોટ દિપાવલી ઉત્‍સવ' અંતર્ગત વિવિધ આકર્ષક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે. જે અનુસંધાને ગઇકાલે  તા. ૦૬ નાં રોજ સાંજે કિશાનપરા ચોક, રેસકોર્સ ખાતેથી રેસકોર્સ રિંગ રોડ પરની રોશનીનો અને ત્‍યારબાદ રેસકોર્સ મેદાનમાં આયોજીત ફૂડ ફેસ્‍ટિવલનો શુભારંભ અને આ પછી માધવરાવ સિંધિયા ક્રિકેટ મેદાન, રેસકોર્સ ખાતે યોજાયેલ ભવ્‍ય આતશબાજીનો ગીતસંગીત સાથે ધૂમધડાકાભેર શુભારંભ કરાયો હતો.

આ પ્રસંગે અધ્‍યક્ષ સ્‍થાને  મેયર ડો.નેહલ શુક્‍લ, ધારાસભ્‍યો રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવે,  અંજલીબેન વિજયભાઈ રૂપાણી, શ્રી રૂષભ વિજયભાઈ રૂપાણી, પૂર્વ સાંસદ  રામભાઈ મોકરિયા, ડેપ્‍યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા, મ્‍યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા, શાસક પક્ષ નેતાશ્રી ડૉ.હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા અને સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન મનીષ ભટ્ટ, ડી.સી.પી. હેતલબેન પટેલ, કોર્પોરેટરો, અધિકારીઓ, કર્મચારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

રાજકોટવાસીઓ માટે દિવાળીના ઉત્‍સવની શરૂઆત રોશની અને સ્‍વાદના અનોખા સંગમ સાથે થયો હતો.. રોશનીથી ઝળહળતો રેસકોર્સ વિસ્‍તારમાં દિવાળીના ઉત્‍સવને અનુરૂપ સુંદર અને મનમોહક વાતાવરણ સર્જાયું હતું. રંગબેરંગી લાઇટિંગ અને ઉત્‍સવી વાતાવરણથી સજ્જ રેસકોર્સ રિંગ રોડ નાગરિકો માટે આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યો છે.

દિવાળી પર્વ નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ ગ્રાઉન્‍ડ ખાતે ફૂડ ફેસ્‍ટિવલનું આયોજન કરવામાં આવ્‍યું છે. વિવિધ સ્‍વાદિષ્ટ વાનગીઓનો સ્‍વાદ માણવા ઇચ્‍છતા નાગરિકો માટે ફૂડ ફેસ્‍ટિવલ વિશેષ આકર્ષણરૂપ બનશે.  ફૂડ ફેસ્‍ટિવલ પાંચ દિવસ સુધી ચાલુ રહેશે. ફૂડ ફેસ્‍ટિવલમાં વિવિધ પ્રકારની વાનગીઓ માટેના સ્‍ટોલ બનાવવામાં આવેલ છે. જ્‍યાં લોકો ખાણીપીણીની જુદીજુદી વાનગીઓનો સ્‍વાદ માણી શકશે.

ધનતેરસના શુભ અવસરે આયોજિત આતશબાજી કાર્યક્રમમાં આકાશમાં રંગબેરંગી આતશબાજીના નયનરમ્‍ય નજારા અને આધુનિક લેસર શોની આકર્ષક રજૂઆતથી ઉત્‍સવની ખુશીઓમાં વિશેષ ઉમેરો થયો છે. પ્રકાશ અને રંગોની મનમોહક રજૂઆત સાથે સમગ્ર વાતાવરણ દિવાળીના ઉમંગ અને ઉત્‍સાહથી છલકાઈ ઉઠ્‍યું હતું.

દિવાળીના ઉત્‍સવને કલાત્‍મકતા, સર્જનાત્‍મકતા અને આકર્ષક પ્રસ્‍તુતિઓથી વધુ રંગીન બનાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે તા. ૭  શનિવારના રોજ કાળી ચૌદશ નિમિત્તે રેસકોર્ષ રિંગ રોડ ફરતે રંગોળી સ્‍પર્ધા તથા છ ફ્‌લોટ સાથે ટેબ્‍લો કાર્નિવલનું ઉદ્ધાટન કરવામાં આવશે. આ કાર્યક્રમ સાંજે ૭ કલાકે યોજાશે.

રંગોળી એ ભારતીય સંસ્‍કળતિ અને પરંપરાનું અભિન્ન અંગ છે. રંગો, આકળતિઓ અને સર્જનાત્‍મક કલ્‍પનાઓના સમન્‍વયથી તૈયાર થતી રંગોળી દિવાળીના પર્વની સુંદરતા અને શુભતામાં વધારો કરે છે.

આ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ છ ફ્‌લોટસ સાથે આયોજિત ટેબ્‍લો કાર્નિવલનું ઉદ્ધાટન રહેશે. આકર્ષક ફ્‌લોટ્‍સ અને કાર્નિવલની વિશિષ્ટ રજૂઆત દિવાળીની ઉજવણીમાં નવો ઉમંગ ઉમેરશે. કાર્નિવલના માધ્‍યમથી બે દિવસ નાગરિકોને ઉત્‍સવની ભવ્‍યતા, સર્જનાત્‍મકતા અને મનોરંજનનો અનોખો અનુભવ માણવાની તક મળશે.

મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુક્‍લ, ડેપ્‍યુટી મેયર દક્ષાબેન વસાણી,  સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેનશ્રી પરેશ પીપળીયા, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડો. હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા અને સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન મનીષ ભટ્ટ દ્વારા શહેરના નાગરિકોને આ તમામ કાર્યક્રમોમાં પરિવારજનો અને મિત્રો સાથે સહભાગી બની દિવાળીના પર્વની ખુશીઓ માણવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્‍યુ છે.(

(2:42 PM IST)