હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પહેલા દારૂ , મારા મારી અને હવે માદક પદાર્થઃ રોહીત ઉર્ફે પિયુષ એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો
‘સે નો ટુ ડ્રગ્સ' મિશન અંતર્ગત એન્ટી નાર્કોટીકસ વિંગની કાર્યવાહી : પીઆઇ બી.બી.જાડેજા, અને બી. ચૌધરી એનપીએસઆઇ વી.વી.ધ્રાંગુની ટીમનો રૈયાધારમાં દરોડો : ડ્રગ્સ, એકટીવા સહિત રૂા. ૮પ હજારનો મુદામાલ કબ્જે

રાજકોટ, તા., ર૧: રાજકોટમાં એન્ટી નાર્કોટીકસ વિંગે ફરી સપાટો બોલાવ્યો છે. રૈયાધાર વિસ્તારમાં રહેતા અને અગાઉ ધાડ, મારામારી દારૂ સહિતના ગુનામાં સંડોવાઇ ચુકેલા શખ્સને મેફેડ્રોનના જથ્થા સાથે દબોચી લઇ રૂા. ૮પ હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો.
જાણવા મળ્યા મુજબ એન્ટી નાર્કોટીકસ વિ઼ગ્સના પીઆઇ બી.બી.જાડેજા, એન.બી.ચૌધરીની રાહબરીમાં પીએસઆઇ વી.વી.ધ્રાંગુના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલીંગમા હતી ત્યારે રૈયાધારમાં શાંતી નીકેતન મેઇન રોડ પર શાંતીનિકેતન ગેઇટની અંદર આકૃતિઓરા એપાર્ટમેન્ટથી આગળ એક શખ્સ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો લઇને નિકળવાનો હોવાની બાતમી મળી હતી. જેના આધારે એએનડબલ્યુની ટીમે વોચ ગોઠવી હતી. દરમિયાન ત્યાંથી એકટીવા પર એક શખ્સ નિકળતા તેને અટકાવી પુછતાછ કરતાં પોતાનું નામ રોહિત ઉર્ફે પિયુષ પરેશભાઇ ડાભી (ઉ.વ.ર૬ રહે. રૈયાધાર દશામાના મંદિર પાસે, મફતીયાપરા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની તલાસી લેતા રૂા. ૩૪,૮૦૦ ની કિંમ્મતનો માદક પદાર્થ મેફેડ્રોનનો ૧૧.૬૦ ગ્રામનો જથ્થો મળી આવતા ડ્રગ્સ, ફોન અને એકટીવા સહિત રૂા. ૮પ,૧૦૦ નો મુદામાલ કબ્જે કરી તેની સામે કાર્યવાહી કરી હતી. આરોપી રોહિત ઉર્ફે પિયુષ અગાઉ ર૦ર૧ માં દારૂના, ર૦ર૩ માં ધાડ અને ર૦રર માં મારામારી સહિત ગાંધીગ્રામ અને યુનિવર્સિટી પોલીસ મથકના ચોપડે ચડી ચૂકયો છે.
પો. ઇ. બી. બી. જાડેજા તથા એસઓજી પો. ઇ. એન. બી. ચૌધરી, પો. સ. ઇ. વી. વી. ધ્રાંગુ, એએસઆઇ ઇન્દ્રસિંહ જાડેજા, ફીરોઝભાઇ રાઠોડ, પો. હેડ કો. મૌલિકભાઇ સાવલીયા, દિગ્વિજયસિંહ ગોહેલ, હાર્દિકસિંહ પરમાર, પો. કો. યોગેન્દ્રસિંહ ઝાલા, ડ્રાઇવર લોકરક્ષક નરેશભાઇ બારૈયા તથા નિર્મળસિંહ જાડેજાએ કરી હતી. તેમજ પ્રાથમિક પરીક્ષણ કરી અભિપ્રાય એફ. એસ. એલ. અધિકારી એસ. જે. જોષીએ આપ્યો હતો.
ચોટીલાથી રવિવારે ડ્રગ્સની ખેપ
મારી અને બુધવારે લોકઅપમાં ગયો
ડ્રગ્સના સપ્લાયર મનોજની શોધખોળ શરૂ કરાઇ : ૭-૮ મહિનાથી ડ્રગ્સના રવાડે ચડયો હતો : ર૦ ગ્રામની ખેપમાં થોડુ પોતે લીધુ અને ૧-ર ગ્રામ વેચી નાખ્યું હતું
રાજકોટ, તા. ર૧ : એન્ટી નાર્કોટીકસ વિંગ (એ.એન.ડબલ્યુ) ની ટીમે રૈયાધાર વિસ્તારમાં શાંતી નિકેતન રોડ પર દરોડા પાડી મેફેડ્રોન ડ્રગ્સ સાથે રોહિત ઉર્ફે પિયુષ ડાભીને પકડી પુછતાછ કરતા તે ચોટીલાથી ડ્રગ્સ લાગ્યાની કેફીયત આપી હતી.
પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ, આરોપી રોહિત ઉર્ફે પીયુષ ગયા રવિવારે ચોટીલા ગયો હતો. જયાથી મનોજ ચૌહાણ નામના શખ્સ પાસેથી ર૦ ગ્રામ જેટલું એમ.ડી. ડ્રગ્સ લઇ આવ્યો હતો. આરોપી પોતે પણ ડ્રગ્સ લેતો હોવાથી તેમાંથી થોડું ડ્રગ્સ તેણે લીધુ હતું. જયારે આશરે એક થી બે ગ્રામ ડ્રગ્સ તેણે અન્યને વેચી નાખ્યાનું જાણવા મળ્યું છે. તે આશરે ૭ થી ૮ મહિનાથી આ ડ્રગ્સના રવાડે ચડી ગયો હતો. હાલ તેની વધુ પુછતાછ હાથ ધરવાની સાથે એ.એન. ડબલ્યુની ટીમે ચોટીલાના ડ્રગ્સ સપ્લાયર મનોજને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.










