<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

પહેલાં ૯૮ કામનો હિસાબ આપો, પછી મંજૂરીઃ ૮૪૬ કરોડની દરખાસ્‍ત શાસકોએ ફરી ફગાવી

મનપાની સ્‍ટે.કમિટીમાં ૨૦૪ કરોડના વિકાસ કામો મંજૂર : ઍકસાથે નહીં, દરેક કામનો અલગ હિસાબ આપો કહી સ્ટેન્ડિંગ કમિટીઍ દરખાસ્ત પરત મોકલીઃ ૧૯ પેન્ડીંગ, નામંજુર ૨ તથા ૧ પરત દરખાસ્ત કરાય

રાજકોટ, તા.૬: મહાનગરપાલિકામાં કરકસરના ભાગરૂપે ચાર મહિના પહેલાં અટકાવી દેવાયેલા ૯૮ પ્રોજેક્‍ટને ફરી ધમધમતા કરવા મ્‍યુનિસિપલ કમિશનરે સ્‍ટેન્‍ડિંગ કમિટી સમક્ષ મંજૂરી માંગી હતી. જોકે, આજે સ્‍ટેન્‍ડિગ કમિટી ચેરમેન પરેશ પિપળીયાના અધ્‍યક્ષ સ્‍થાને મળેલ. શાસકોએ તમામ કામોને એકસાથે લીલીઝંડી આપવાના બદલે દરખાસ્‍ત પરત મોકલી દીધી છે. એટલું જ નહીં, દરેક પ્રોજેક્‍ટની અલગ-અલગ વિગતો રજૂ કરવા સ્‍પષ્ટ સૂચના આપી છે. જરૂર પડે તો ૯૮ કામોની ૯૮ અલગ દરખાસ્‍તો રજૂ કરો, પરંતુ દરેક કામનો હિસાબ આપ્‍યા વિના મંજૂરી નહીં આપવાના વલણથી વહીવટી તંત્ર સામે નવા સવાલો ભા થયા છે. તેમજ આયોજીત સ્‍ટે.માં ૧૯ પેન્‍ડીંગઃ નામંજુર ૨ તથા ૧ દરખાસ્‍ત પરત કરાઈ છે.

વૈશ્વિક પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ દેશવાસીઓને કરકસર કરવા આહવાન કર્યું હતું. ત્‍યારબાદ રાજ્‍ય સરકાર દ્વારા પણ ખર્ચમાં કાપ મૂકવાના પગલાં લેવામાં આવ્‍યા હતા. આ જ અભિગમ અપનાવી રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકોએ પણ વિકાસકામોની સમીક્ષા હાથ ધરી હતી. ગત મે માસમાં નવી બોડી કાર્યરત થયા બાદ ૫ જૂનના રોજ મળેલી સ્‍ટેન્‍ડિંગ કમિટીની બેઠકમાં જે પ્રોજેક્‍ટની સ્‍થળ પરની કામગીરી ૨૦ ટકાથી ઓછી થઈ હોય તેવા કામોને સ્‍થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો. આ નિર્ણય હેઠળ કુલ ૯૮ પ્રોજેક્‍ટ અટકાવવામાં આવ્‍યા હતા, જેની કુલ પ્રોજેક્‍ટ કોસ્‍ટ રૂ. ૮૪૬.૪૯ કરોડ થવા જાય છે.

હવે ચાર મહિનાનો સમય વીતી ગયો છે અને પરિસ્‍થિતિ સામાન્‍ય થઈ રહી હોવાથી શહેરના વિકાસને ફરી વેગ આપવા મ્‍યુનિસિપલ કમિશનરે સ્‍થગિત પ્રોજેક્‍ટ શરૂ કરવાની મંજૂરી માંગતી દરખાસ્‍ત રજૂ કરી હતી. પરંતુ વહીવટી તંત્ર દ્વારા તમામ ૯૮ કામોની એકસાથે મંજૂરી માંગવામાં આવતાં સ્‍ટેન્‍ડિંગ કમિટીએ દરખાસ્‍ત પરત મોકલવાનો નિર્ણય લીધો છે.

શાસકોએ સ્‍પષ્ટ કર્યું છે કે, માત્ર પ્રોજેક્‍ટ શરૂ કરવાની મંજૂરી માંગવાથી કામ નહીં ચાલે. કયો પ્રોજેક્‍ટ કેટલો જરૂરી છે, તેની અત્‍યાર સુધી કેટલી કામગીરી પૂર્ણ થઈ છે, કેટલો ખર્ચ થયો છે, કોન્‍ટ્રાક્‍ટર સાથેની વાટાઘાટોમાં કેટલો ભાવઘટાડો થયો છે અને કયા કામને તાત્‍કાલિક શરૂ કરવું જરૂરી છે તેની સંપૂર્ણ વિગતો રજૂ કરવી પડશે.

જાણવા મળતી વિગતો મુજબ, સ્‍થગિત કરાયેલા પ્રોજેક્‍ટના કોન્‍ટ્રાક્‍ટરો અને એજન્‍સીઓ સાથે ભાવ ઘટાડવા માટે નેગોશિયેશન કરવામાં આવ્‍યું છે. કેટલીક કામગીરીમાં ખર્ચ ઘટાડવામાં સફળતા પણ મળી હોવાનું જાણવા મળે છે. જોકે, કયા પ્રોજેક્‍ટમાં કેટલા રૂપિયાની બચત થઈ છે તેની સ્‍પષ્ટ વિગતો દરખાસ્‍તમાં દર્શાવવામાં આવી ન હોવાથી શાસકોએ વધુ માહિતી માંગી છે.

આમ, રૂ.૮૪૬.૪૯ કરોડના ૯૮ વિકાસકામો ફરી શરૂ કરવાનો મામલો હાલ પૂરતો અધ્‍ધરતાલ રહ્યો છે. એક તરફ વહીવટી તંત્ર વિકાસકામોને ગતિ આપવા માંગે છે, તો બીજી તરફ શાસકો દરેક પ્રોજેક્‍ટનો ખર્ચ અને જરૂરિયાત ચકાસ્‍યા બાદ જ મંજૂરી આપવાના વલણ પર અડગ છે. હવે કમિશનર દ્વારા તમામ વિગતો સાથે નવી દરખાસ્‍ત કયારે રજૂ કરવામાં આવે છે તેના પર નજર મંડાઈ છે.

કર્મચારીઓની તબીબી સહાયની ૧૬ દરખાસ્‍તોને બ્રેક

મેડિક્‍લેમથી ખર્ચ ઘટાડી શકાય કે નહીં તેનો અભ્‍યાસ કરાશેઃ સ્‍માર્ટ સિટીના ૧૬.૧૨ કરોડના ફાયર સ્‍ટેશનની દરખાસ્‍ત

રાજકોટઃ મહાનગરપાલિકાની સ્‍ટેન્‍ડિંગ કમિટીની બેઠકમાં તબીબી આર્થિક સહાય સહિતની કુલ ૧૯ દરખાસ્‍તો પેન્‍ડિંગ રાખવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. જેમાં કોર્પોરેશનના કર્મચારીઓને નિયમ મુજબ ચૂકવવામાં આવતી તબીબી આર્થિક સહાયની ૧૬ દરખાસ્‍તોનો સમાવેશ થાય છે.

મહાનગરપાલિકાના કર્મચારીઓનો મેડિક્‍લેમ લેવામાં આવે તો તબીબી સહાય પાછળ થતા ખર્ચમાં ઘટાડો થઈ શકે કે કેમ તે અંગે અભ્‍યાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. આથી હાલ પૂરતી આ દરખાસ્‍તો પેન્‍ડિંગ રાખવામાં આવી છે.

બીજી તરફ વોર્ડ નં. ૧ના સ્‍માર્ટ સિટી વિસ્‍તારમાં રૂ. ૧૬.૧૨ કરોડના ખર્ચે નવું ફાયર સ્‍ટેશન બનાવવાની દરખાસ્‍તને પણ મંજૂરી આપવામાં આવી નથી. રામાપીર ચોકડી પાસે પહેલેથી જ ફાયર સ્‍ટેશન કાર્યરત છે અને ત્‍યાંથી સ્‍માર્ટ સિટી વિસ્‍તાર નજીક પડતો હોવાથી નવા ફાયર સ્‍ટેશન માટે અન્‍ય યોગ્‍ય સ્‍થળ શોધી ફરી દરખાસ્‍ત રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત શહેરમાં અલગ અલગ સ્‍થળોએ ટોઇલેટ બ્‍લોક બનાવવાનો કોન્‍ટ્રાક્‍ટ આપવાની દરખાસ્‍ત પણ હાલ પૂરતી પેન્‍ડિંગ રાખવામાં આવી છ

કયાં ઝોનમાં કેટલા કરોડના રસ્‍તા મંજુર?

કામનું નામ     મંજુર થયેલ  રકમ (લાખમાં)   અંદાજીત લંબાઇ (ર.મી.)

ઝોન    રકમ રૂા.  કરોડમા     કિ.મી.

સેન્‍ટ્રલ     ૬૬.૪૩               ૬૪.૮૭

વેસ્‍ટ       ૩૬.૧૯               ૧પ.૮

ઇસ્‍ટ       ૬૮.૧૮               પપ.૪૭

      કુલ ૧૭૦.૮               ૧૩૬.૧૪

ે.(૨.૧૬)

(3:46 PM IST)