<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

પહેલા મેસેજ કર્યો, પછી વિડીયો કોલ કર્યો, પછી એપીકે ફાઇલ મોકલી ૫.૨૮ લાખ ખાતામાંથી ગપચાવી લીધા

રેસકોર્ષ રીંગરોડ ક્રિસેન્‍ટ એપાર્ટમેન્‍ટમાં રહેતાં સિનીયર સીટીઝન સાથે બેંકના નામે સાયબર ફ્રોડ બેંક ઓફ બરોડાના કર્મચારીના નામે ફોન કરી ક્રેડીટ કાર્ડ માટે પ્રોસેસ કરી આપવાના બહાને ફ્રોડઃ અકબરઅલી ભારમલની ફરિયાદ પરથી સાયબર ક્રાઇમ પીઆઇ એમ. ડી. ગઢવીએ તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૪: શહેરમાં સાયબર ઠગાઈના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે, જેમાં વધુ એક બનાવ સામે આવ્‍યો છે. રેસકોર્સ રીંગ રોડ પર પોલીસ મથક ભવન પાસે આવેલ ક્રિસેન્‍ટ અપાર્ટમેન્‍ટ ફ્‌લેટ નં. એ/૪૦૧ ખાતે રહેતા અને હાલ નિવળત્ત જીવન ગાળતા અકબરઅલી અબ્‍દુલહુસેન ભારમલ (ઉ.વ. ૭૫) સાથે ૫.૨૮ લાખની ઓનલાઈન છેતરપિંડી થઇ છે.

સાયબર ક્રાઇમ પોલીસે આ બનાવમાં અકબરઅલી ભારમલની ફરિયાદ પરથી અજાણ્‍યા બેંક ખાતાધારક સામે ગુનો નોંધ્‍યો છે. તેઓ પરિવાર સાથે રહે છે અને નિવૃત જીવન જીવે છે. ફરીયાદ મુજબ ગત તા. ૮/૯ના રોજ અજાણ્‍યા મોબાઈલ નંબર પરથી અકબરઅલીના ફોન પર મેસેજ આવ્‍યો હતો અને ત્‍યારબાદ એ જ નંબર પરથી અજાણી વ્‍યક્‍તિનો વિડીયો કોલ આવ્‍યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ બેંક ઓફ બરોડામાંથી બોલતા હોવાનું જણાવીને કહ્યું હતું કે, તમે બેંક ઓફ બરોડામાં કાર્ડ માટે રિક્‍વેસ્‍ટ કરેલ છે, જેના વેરિફિકેશન માટે તમારા બેંક એકાઉન્‍ટની અને ક્રેડિટ કાર્ડની માહિતી આપો. આથી વિશ્વાસમાં આવીને પોતાની બેંક અને ક્રેડિટ કાર્ડની વિગતો આપી દીધી હતી.

ત્‍યારબાદ ગઠિયાએ તેમને ‘બીઓબી બેંક સિનીયર સિટીઝન પેન્‍સન' નામની એપ્‍લિકેશન ડાઉનલોડ કરવા માટે એક એપીકે (એન્‍ડ્રોઇડ પેકેજ કીટ) ફાઇલ મોકલી હતી. જે અકબરઅલીએ પોતાના ફોનમાં ઓપન કરી હતી. આ ફાઇલ ઇન્‍સ્‍ટોલ થતાં જ ઠગોએ તેમના બેંક એકાઉન્‍ટની વધુ વિગતો માંગેલી પરંતુ તેમણે વધુ વિગત આપવાની ના પાડી દીધી હતી.

આ પ્રક્રિયા બાદ અચાનક તા. ૧૨/૦૯/૨૦૨૬ના રોજ અકબરઅલીના બેંક ઓફ બરોડાના ખાતામાંથી કટકે-કટકે અલગ-અલગ રકમ ઉપડી ગઈ હતી. જેમાં રૂ. ૨૫,૦૦૦, રૂ. ૨,૦૦,૦૦૦, રૂ. ૮૦,૦૦૦, રૂ. ૧,૦૦,૦૦૦, અને રૂ. ૨૦,૦૦૦  મળી કુલ ૪,૨૫,૦૦૦ ઉપાડી લેવામાં આવ્‍યા હતા. ત્‍યારબાદ તા. ૧૪/૦૯ના રોજ ફરીથી એ જ ખાતામાંથી વધુ રૂ. ૧,૦૪,૦૦૦ ઉપડી જતા કુલ મળીને રૂ. ૫,૨૮,૦૦૦ની રકમ તેમની જાણ બહાર સેરવી લેવામાં આવી હતી.

જ્‍યારે ખાતામાંથી નાણાં ઉપડવાની જાણ થઈ ત્‍યારે તરત જ ૧૯૩૦ પર ફોન કરીને સાયબર ફ્રોડ થયાની નોંઘણી કરાવી હતી. તેના આધારે સાયબર ક્રાઇમ પીએસઆઇ પી. વી. ડોડીયાએ ગુનો નોંધતાં પીઆઇ એમ. ડી. ગઢવીએ તપાસ હાથ ધરી છે

(2:12 PM IST)