તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st October 2026
સહકારી ક્ષેત્રના પ્રથમ આઉટ લેટ ‘સહકાર મોલ'નો રાજકોટમાં પ્રારંભ

રાજકોટ : રાજકોટ જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિ.-રાજકોટ સંચાલીત ‘સહકાર મોલ'માં શહેરી તથા ગ્રામ્ય જનતાને દેશની રાષ્ટ્રીય સહકારી સંસ્થા નાફેડ, ગુજકોમાસોલ તેમજ અમૂલ જેવી પ્રખ્યાત સહકારી સંસ્થાઓની ઓર્ગેનિક તેમજ પ્રાકળતિક ખેતી આધારીત ઉત્પાદીત ગુણવતા યુક્ત ચીજ વસ્તુઓ વ્યાજબી ભાવે સરળતાથી મળી રહે તેવા ઉમદા હેતુથી અને સહકારની ભાવનાથી ‘સહકારથી સમળધી'નાં સૂત્રને સાર્થક કરવા સૌરાષ્ટ્રમાં પ્રથમ સહકારી ક્ષેત્રનું આઉટ લેટ સહકાર મોલને ગત સોમવારે ખુલ્લો મુકવામાં આવેલ. આ શુભ મંગલ પ્રસંગે પરસોતમભાઈ રૂપાલા, જયેશભાઈ રાદડિયા, મોહનભાઈ કુંડારીયા, મગનભાઈ ઘોણીયા, ભાનુભાઈ મહેતા, પરસોતમભાઈ સાવલીયા, ડો. ડાયાભાઈ પટેલ, ઘનશ્યામભાઈ ખાટરીયા, ગોરધનભાઈ ધામેલીયા, મગનભાઈ વડાવિયા, કુરજીભાઈ ભાલાળા તેમજ સંઘના બોર્ડે ઓફ ડિરેકટર્સ સહિત બહોળી સંખ્યામાં તાલુકા જિલ્લાના સહકારી આગેવાનો, કોર્પોરેટરો, સહકારી સંસ્થાઓના અધિકારી/પદાધિકારીઓ તેમજ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. આરોગ્યને ધ્યાને લઈ ઓર્ગેનીક તેમજ પ્રાકળતિક ખેતી આધારીત ઉત્પાદીત જીવન જરૂરી ચીજ વસ્તુઓ મેળવવા સહકાર મોલ રાજનગર ચોક, નાના મૌવા રોડ-રાજકોટ ખાતે અવશ્ય મુલાકાત લેવા સંઘના મેનેજર આર. સી. પટેલની યાદીમાં જણાવાયુ છે.
(2:30 PM IST)










