News of Thursday, 26th November 2026
રવિવારે તળપદા કોળી સમાજના પ્રથમ પસંદગી મેળાનું જાજરમાન આયોજન
તળપદા કોળી સેવા સમાજ - રાજકોટ દ્વારા જગજીવનરામ રેલ્વે ઇન્સ્ટીટયુટ ખાતે કાર્યક્રમ યોજાશે

રાજકોટ : શ્રી તળપદા કોળી સમાજ રાજકોટ દ્વારા તા. ર૯ રવિવારે સવારે ૯ વાગ્યાથી પ્રથમ પસંદગી મેળાનું જગજીવનરામ રેલ્વે ઇન્સ્ટીટયુટ, કોઠી કમ્પાઉન્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે, રાજકોટ ખાતે કરવામાં આવેલ છે. જેમાં ૩૦૦ થી વધુ યુવક, યુવતીઓ ભાગ લેશે.આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા અને આ જગ્યાના મહંત વાલજી ભગત ઉપસ્થિત રહેશે.
આ સંસ્થાનો ઉદ્દેશ માત્ર કોળી સમાજના લગ્ન માટે લાયક થયેલ દિકરા અને દિકરીઓ યોગ્ય સમયે, યોગ્ય અને પસંદગી પાત્ર મળી રહે તે અને સમાજની દિકરી સમાજમાં રહે. સમાજમાં માતાપિતા દ્વારા દિકરા અને દિકરીઓને આ વ્યસ્ત સમય ટિકીટ ભાડાનો ખર્ચ અને સમય બન્ને બચે અને એકજ જગ્યાએ દિકરા દિકરીઓને તેમના મનપસંદ પાત્ર મળી રહે તે જ માત્ર ઉદ્દેશ હોવાનું યાદીમાં જણાવાયું છે.શ્રી તળપદા કોળી સેવા સમાજ દ્વારા આયોજિત પ્રથમ પસંદગી મેળાને સફળ બનાવવા માટે મનોજભાઇ ડાભી (મો. ૯૮ર૪ર૧૦૮રપ), ચેતનાબેન ડાભી, પ્રવીણભાઇ વાઘજીભાઇ વાઘેલા, રાજેશભાઇ વાઘજીભાઇ વાઘેલા, મુકેશભાઇ સોલંકી, રમેશભાઇ ડાભી, કેવલભાઇ કોબિયા, હિતેશભાઇ એધાની, વિઠ્ઠલભાઇ ગોહિલ, ચંદ્રેશભાઇ પરમાર, રમેશભાઇ જમોડ, રઘુભાઇ ભાલગામડિયા, ઉમીયાબેન એંધાણી વિ. જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીર : અશોક બગથરીયા)
(3:05 PM IST)










