<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

મનપાના ઇતિહાસમાં પ્રથમ વખત મેયર-ડેપ્‍યુટી મેયરની ચૂંટણી ફોર્મ ભરીને થશે

રાજયની તમામ મ્‍યુનિ. કોર્પોરેશનમાં નવી માર્ગદર્શીકા લાગુ કરવા રાજય સરકારની સૂચનાઃ પેટા સમિતિ માટે તા. ર૮ બાદ બોર્ડ બેઠક બોલાવવામાં આવશે

 

રાજકોટ, તા. રપઃ રાજકોટ સહિત ૧૫ કોર્પોરેશનમાં નવી ચૂંટણી પ્રક્રિયા અમલમાં, મેયર-ડે મેયરની ચૂંટણી હવે ફોર્મથી થશે.

રાજ્‍ય સરકાર દ્વારા રાજ્‍યની તમામ ૧૫ મહાનગરપાલિકાઓમાં નવી ચૂંટણી પ્રક્રિયા અને નિયમો અમલમાં મૂકવાનો નિર્ણય લેવાયો છે. રાજકોટ મહાનગરપાલિકા સહિત તમામ કોર્પોરેશનમાં આ નવી માર્ગદર્શિકા લાગુ પડશે.

નવી વ્‍યવસ્‍થા મુજબ હવે જિલ્લા પંચાયતની જેમ મેયર અને ડે મેયરની ચૂંટણી પ્રથમવાર ફોર્મ ભરાવીને યોજાશે. ચૂંટણી પ્રક્રિયામાં ઉમેદવાર, દરખાસ્‍ત મુકનાર અને ટેકો આપનારની સહીઓ ફરજિયાત રાખવામાં આવશે.

મિટિંગ પ્રક્રિયામાં પણ ફેરફારો કરવામાં આવ્‍યા છે. બેઠકની શરૂઆત ગત મિટિંગના રોજકામના વાંચન અને વંદેમાતરમથી કરવામાં આવશે. દરખાસ્‍તો પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે કમિશનર દ્વારા હાથ પર લેવામાં આવશે. આ નિયમ ડે મેયરની ચૂંટણી પ્રક્રિયામાં પણ લાગુ રહેશે.

નવી સૂચના મુજબ ત્રીજી દરખાસ્‍ત અંતર્ગત ૧૨ સ્‍ટેન્‍ડિંગ કમિટીના સભ્‍યોની નિમણુંક કરવામાં આવશે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નિયમોનો અમલ તમામ ૧૫ કોર્પોરેશનમાં નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે.

આ ઉપરાંત આગામી થોડા દિવસોમાં પેટા સમિતિઓની રચના માટે બોર્ડ બેઠક પણ બોલાવવામાં આવશે. જ્‍યારે તા. ૨૮ના રોજ સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં નવા ચેરમેન સત્તાવાર રીતે ચાર્જ સંભાળે તેવી શકયતા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.

અત્રે નોંધનીય છે કે, ઇન્‍ચાર્જ મ્‍યુનિ. કોર્પોરેશન દ્વારા નિયમ મુજબ ચૂંટાયેલ સભયોની પ્રથમ બેઠક તા. ર૮ ના બોલાવવા ઇન્‍ચાર્જ સેક્રેટરીને સુચના આપવામાં આવી છે. ત્‍યારે ગુરૂવારે સવારે ૧૧ વાગ્‍યે ચાલુ ટર્મનું પ્રથમ બોર્ડ મળશે. જેમાં શહેરના પ્રથમ નાગરીક ડેપ્‍યુટી મેયર નિમણુંક માટે પ્રથમ વખત ફોર્મ ભરીને પ્રક્રિયા કરવામાં આવશે. આમ મનપાના ઇતિહાસમાં મેયર, ડે. મેયરની ચૂંટણીના ફોર્મ ભરીને પ્રથમ વખત યોજાશે. લોકોમાં નવા નિયમોનો રોમાંચ જોવા મળી રહયો છે.(૬.

(2:48 PM IST)