તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 21st June 2026
રાજકોટમાં પહેલી જ વખત સાયકલ ચોરીમાં સામેલ શખ્સ સામે પાસા: અમદાવાદ જેલહવાલે
ઘનશ્યામ કાંજીયાનું વોરન્ટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ ઇસ્યુ કરતાં ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવના માર્ગદર્શનમાં ભક્તિનગર પીઆઇ જે.ડી. પરમાર, પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઈ એસ. એચ. ગોહિલ, એએસઆઈ નિલેશભાઈ મકવાણા અને ટીમે બજવણી કરી

રાજકોટ: શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને મિલકત સંબંધી ગુનાઓ આચરતા ઇસમો પર અંકુશ રહે તે હેતુથી પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક, નાયબ પોલીસ કમિશનર ઝોન-૧ હેતલ પટેલ તથા મદદનીશ પોલીસ કમિશનર બી.વી. જાધવના માર્ગદર્શન હેઠળ ભક્તિનગર પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. ઘરોની અંદર તથા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરેલી નાના બાળકોની સાયકલો ચોરી કરવાની ટેવ ધરાવતા ઘનશ્યામ ભોજમલભાઈ કાંજિયાને પાસા વોરંટના આધારે મધ્યસ્થ જેલ અમદાવાદ સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
પકડાયેલ આરોપી ઘનશ્યામ ભોજમલભાઈ કાંજિયા (ઉં.વ. ૫૭, રહે. જંક્શન પ્લોટ શેરી નં. ૦૭, કૈલાશ એપાર્ટમેન્ટ બ્લોક નં. ૦૧, રાજકોટ) સાયકલ ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. આરોપી વિરુદ્ધ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આશરે ૬ જેટલા ચોરી અને અન્ય ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તેની ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે ભક્તિનગર પોલીસ સ્ટેશન તરફથી પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલવામાં આવી હતી, જેને માન્ય રાખી પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું.
આ વોરન્ટ બજવણીની કામગીરી ભક્તિનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. પરમાર તથા પી.સી.બી. પો.ઇન્સ. એમ.આર. ગોડલીયા, ભક્તિનગર પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. એસ.એચ. ગોહિલ તથા એ.એસ.આઈ. નિલેશભાઈ મકવાણા, પો.હેડ.કોન્સ. રમેશભાઈ માલકીયા, હરવિજયસિંહ ગોહિલ, પો.કોન્સ. પ્રભાતભાઈ મૈયડ, નરસંગભાઈ ગઢવી, અર્જણભાઈ પરમાર તેમજ હોમગાર્ડ હાર્દિકભાઈ પીપળીયા તથા પી.સી.બી. શાખાના પો.હે.કો. રાજુભાઈ દહેકવાલ અને ઇન્દ્રજીતસિંહ સીસોદીયા દ્વારા કરવામાં આવી છે.
(6:34 PM IST)










