<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

રેલનગરમાં શ્રી ગિરાસદાર ક્ષત્રિય સમાજનો પ્રથમ મહિલા રાસોત્‍સવ : ભપકાદાર આયોજનમાં પરંપરાગત વસ્‍ત્રોમાં, ગરિમાપૂર્ણ વાતાવરણમાં ૨ હજારથી વધુ દિકરીબાઓએ રાસની રમઝટ બોલાવી

 

રાજકોટ : સૌથી વધુ ક્ષત્રિય સમાજના લોકો વસવાટ કરે છે તેવા રેલનગર વિસ્‍તારમાં શ્રી ગિરાસદાર ક્ષત્રિય સમાજ, રેલનગર - રાજકોટ દ્વારા આયોજીત પ્રથમ મહિલા રાસોત્‍સવ - ર૦ર૬નું આયોજન થયું હતું. આ રાસોત્‍સવમાં અ.સૌં. રાણી સાહેબા કાદમ્‍બરી દેવીજી જાડેજા ઓફ રાજકોટની વિશેષ ઉપસ્‍થિતિ રહી હતી. તેમજ કોંગ્રેસનાં  પૂર્વ મહિલા પ્રમુખ અને વોર્ડ નં. ૩ના પૂર્વ કોર્પોરેટર શ્રીમતી ગાયત્રીબા વાઘેલા, સામાજીક આગેવાનો શ્રી પરબતસિંહજી જાડેજા (સુકી સાજડીયારી), શ્રી દૈવતસિંહજી જાડેજા (ચાંદલી), શ્રી જે.બી. જાડેજા (સુકી સાજડીયારી), શ્રી અશોકસિંહજી વાઘેલા (લોલીયા), શ્રી દેવેન્‍દ્રસિંહજી જાડેજા (ટીકુભાઇ - કોઠારીયા), શ્રી આદિત્‍યસિંહ ગોહિલ (કરણી સેના અગ્રણી, શ્રી જયદેવસિંહજી જાડેજા (અકિલા) તેમજ મહિલા અગ્રણી શ્રીમતી હિનાબા ગોહિલ (કુકડ) ઉપસ્‍થિત રહ્યા હતા. આ રાસોત્‍સવમાં બે હજારથી વધારે ક્ષત્રિય મહિલાઓ અને દિકરીબાઓએ ગરબાની રમઝટ બોલાવેલ. જજ તરીકે અ.સૌ. અલ્‍કાબા જયદેવસિંહ જાડેજા (લજાઇ) અને શ્રીમતી ચારૂબેન ધર્મેન્‍દ્રભાઇ મીરાણીએ સેવા આપેલ. આ રાસોત્‍સવને સફળ બનાવવા માટે શ્રી ગિરાસદર ક્ષત્રિય સમાજ, રેલનગર - રાજકોટનાં પ્રમુખશ્રી આઇ.બી. જાડેજા (ખાખરડા) તેમજ શ્રી સામંતસિંહ જાડેજા સહિત સમગ્ર કારોબારી સભ્‍યોએ જહેમત ઉઠાવેલ

(2:45 PM IST)