તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th October 2026
અવસર ગ્રુપ દ્વારા કાલથી પ દિવસીય રાસોત્સવ
‘ધડબડાટી ૨૦૨૬' શીર્ષકતળે માં પાર્ટી લોન્સ ખાતે આયોજન : વિનામુલ્યે પાસ મેળવવા કાલે છેલ્લી તક

રાજકોટ તા. ૫ : અવસર ગ્રુપ દ્વારા સતત ચોથા વર્ષે પ દિવસીય વેલકમ નવરાત્રીના ભાગરૂપે અર્વાચીન દાંડીયારાસનું આયોજન કરાયુ છે.
કાલે તા.૬ થી તા. ૧૦ સુધી માં પાર્ટી લોન્સ, જીયોરા કેફેની બાજુમાં, રૈયા રોડ ખાતે આયોજીત આ રાસોત્સવમાં જોડાવા ખેલૈયાઓએ જબ્બર ઉત્સાહ દાખવ્યો છે. પાસ ફ્રી છે. પરંતુ રજીસ્ટ્રેશન ફરજીયાત છે.
ખેલૈયાઓ મુકત વાતાવરણમાં રમી શકે તે માટે સમથળ ગ્રાઉન્ડ અને સજજડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આવતીકાલે બપોર સુધીમાં પાસ મેળવી લેવા ક્રિષ્ના ફુડ ઝોન, ખોડીયાર હોટલની બાજુમાં, ટાટા મોટર્સની બાજુમાં, ગાંધીગ્રામ પોલીસ ચોકીની સામે, રૈયા ટેલીફોન એકસચેન્જ, ૧૫૦ફુટ રીંગરોડ, રાજકોટ ખાતે રૂબરૂ અને વધુ માહિતી માટે મો.૯૦૮૧૭ ૪૦૪૦૫ અને મો.૯૦૮૧૭ ૪૦૪૦૪ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.
એડવોકેટ ભવ્ય પટેલ અને સુનિલ પીપળીયાના આયોજન હેઠળના આ રાસોત્સવવમાં મોન્ટુ મહારાજ, અવની પટેલ, હાર્દીક ડોડીયા, જીજ્ઞેશ પ્રજાપતિ લાઇવ પર્ફોમ આપશે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા પ્રિયંક પટેલ, અક્ષય ઘેલાણી, દર્શીલ ગોહેલ, રાજન ચૌહાણ, મોહિત ચૌહાણ, પ્રતિક મકવાણા, યુવરાજ સોલંકી, કેવલ ગઢવી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:31 PM IST)










