તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th October 2026
રેસકોર્સમાં પાંચ દિવસ સ્વાદનો દરબારઃ ફૂડ ફેસ્ટિવલમાં ઘુઘરા-ગાંઠિયા-પુડલા સહિતની વાનગીઓ પીરસાશે
શહેરના નામાંકિત ખાણીપીણીના ધંધાર્થીઓના સ્ટોલની જમાવટ થશે

રાજકોટ, તા.૩૦: દિવાળી કાર્નિવલમાં માત્ર રોશની અને મનોરંજન જ નહી, પરંતુ રાજકોટવાસીઓની સ્વાદપ્રિયતાને પણ વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે.
તા.૬ નવેમ્બરે સાંજે ૬ વાગ્યે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ફૂડ ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવશે. આ ફૂડ ફેસ્ટિવલ સતત પાંચ દિવસ સુધી ચાલુ રહેશે. ખાણીપીણીના શોખીન શહેરીજન માટે આ ફૂડ ફેસ્ટિવલમાં રાજકોટની નામાકિંત ગાંઠીયા, ભજિયા, પુડલા, ઘુઘરા સહિતની વિશેષ આકર્ષણ બની રહે તેવી શકયતા છે. વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓનો આસ્વાદ માણવાની તક નાગરિકોને મળશે.
(2:43 PM IST)










