News of Wednesday, 25th November 2026
એપાર્ટમેન્ટના પાર્કિંગમાં જુગાર રમતા પાંચ વૃધ્ધ ઝડપાયા
યુનિવર્સિટી પી.આઇ. કે.કે. ગોહીલની ટીમના એએસઆઇ જયંતીભાઇ રાઠોડ, કોન્સ. પ્રવિણભાઇ જતાપરા સહિતની ટીમની કાર્યવાહી

રાજકોટ તા.૨૫: સાધુવાસવાણી રોડ પર ગોપાલ ચોક પાસે જાગૃતીદિપ એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી યુનિવર્સિટી પોલીસે જાહેરમાં જુગાર રમતા પાંચ વૃધ્ધને રૂા.૮ હજારની રોકડ સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.
યુનિવર્સિટી પોલીસનાં એએસઆઇ જયંતીભાઇ રાઠોડ, કોન્સ. પ્રવિણભાઇ જલાપરા સહિતના સ્ટાફે સાધુ વાસવાણી રોડ પર ગોપાલ ચોક પાસે જાગૃતીદિપ એપાર્ટમેન્ટના પાર્કીંગમાં ખુલ્લી જગ્યામાં જૂગાર રમતાં પ્રફુલભાઇ આણંદભાઇ કકકડ (ઉ.વ.૭ર, રહે. ભારતીનગર, ગાંધીગ્રામ, જીવણલાલ જીવરાજભાઇ તન્ના, (ઉ.૮૧, રહે. કોઠારીયા કોલોની, પવનપુત્ર ચોક પાસે), ભીખાભાઇ રાજાભાઇ ટોયટા (ઉ.વ.૭૩, રહે. બેડીપરા, કેશરેસિંહ પુલ પાછળ, હર્ષદભાઇ વિનોદભાઇ જાની (ઉ.૬૯, રહે. રામપાર્ક સોસાયટી, બાલાજી હોલ પાસે) અને જયેશ મુળશંકરભાઇ દવે (ઉ.૬૩, રહે. નંદનવન સોસાયટી, નાણાવટી ચોક પાસે)ને પકડી રૂા. ૮૬૯૦ ની રોકડ કબ્જે કરી હતી.
(4:02 PM IST)










