તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
લોટ પાણીને લાકડા...ડામરના ૩૦ અને કોંક્રિટના ૧૬૫ નમૂના ફેઇલ
પેવિંગ બ્લોકમાં રૂ. ૧.૧૦ કરોડ સહિત કુલ કરોડનો દંડઃ નક્કર સવાલ પૂછવા બદલ જાનકીબેન કાટોળિયાને મેયરની શાબાશી

રાજકોટઃ વોર્ડ નં. ૯નાં મહિલા કોર્પોરેટર જાનકીબેન કાટોળિયાએ વિજિલન્સ ટેક્રિકલ શાખાની કામગીરી અંગે નક્કર પ્રશ્નો પૂછી છેલ્લા બે વર્ષમાં વિવિધ વિકાસકામોમાંથી લેવાયેલા નમૂના અને તેના પરીક્ષણની વિગતો માગી હતી.
અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે બે વર્ષમાં ડામરના કુલ ૩,૨૦૪ નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી ૩૦ નમૂના નિષ્ફળ ગયા હતા. આ મામલે સંબંધિત એજન્સીઓ પાસેથી રૂ. ૩૯ લાખની પેનલ્ટી વસૂલ કરવામાં આવી હતી.
જુદા-જુદા પ્રોજેક્ટમાં કોંક્રિટના કુલ ૨,૫૪૭ નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી ૧૬૫ નમૂના ફેઇલ જતાં રૂ. ૨૨ લાખની પેનલ્ટી વસૂલાઈ હતી. પેવિંગ બ્લોકના ૪૨૯ નમૂનામાંથી ૧૧ નમૂના ફેઇલ થયા હતા અને રૂ. ૧.૧૦ કરોડની પેનલ્ટી વસૂલ કરવામાં આવી હતી. સ્ટીલ બારના ૨૧૧ નમૂનામાંથી આઠ નમૂના નિષ્ફળ જતાં રૂ. ૨૦ લાખની પેનલ્ટી કરવામાં આવી હતી.
જાનકીબેન કાટોળિયાએ પૂછેલા નક્કર અને અભ્યાસપૂર્ણ પ્રશ્ન બદલ મેયર ડો. નેહલ શુક્લએ તેમને અભિનંદન પાઠવ્યાં હતાં. સાથે અન્ય મહિલા કોર્પોરેટરોને પણ શહેરના પ્રશ્નોનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરી જનરલ બોર્ડમાં રજૂ કરવા અપીલ કરી હતી.
(4:06 PM IST)










