<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

ભેળસેળખોરો સામે ફૂડ વિભાગની લાલ આંખઃ ૯૦ પેઢી-રેસ્‍ટોરન્‍ટની તપાસઃ ૫ એકમ સીલ

૧,૦૯૪ કિલો વાસી અને અખાદ્ય ખોરાકનો નાશઃ ૨૬ પેઢીને નોટિસઃ રૂ.૧.૨૪ લાખનો દંડ વસૂલાયોઃ રાજેશન ફૂડ પ્‍લેનેટ, ઓમ ફેમિલી રેસ્‍ટોરન્‍ટ, નકલંક દુગ્‍ધાલય સહિત પાંચ એકમો સામે કડક કાર્યવાહી

રાજકોટ, તા. ૩: મહાનગરપાલિકાના આરોગ્‍ય શાખાના ફૂડ વિભાગે શહેરમાં ભેળસેળયુક્‍ત અને બિનઆરોગ્‍યપ્રદ ખાદ્ય પદાર્થો સામે મેગા સર્વેલન્‍સ ડ્રાઇવ હાથ ધરી ૯૦ ફૂડ ઓપરેટર, ડેરી, બેકરી અને રેસ્‍ટોરન્‍ટની સઘન તપાસ કરી હતી. તપાસ દરમિયાન ગંભીર અનિયમિતતાઓ સામે આવતાં પાંચ ફૂડ બિઝનેસ ઓપરેટરને સીલ કરવામાં આવ્‍યા હતા. ઉપરાંત ૧,૦૯૪ કિલો વાસી, અખાદ્ય અને એક્‍સપાયરી ખાદ્ય પદાર્થોનો સ્‍થળ પર જ નાશ કરવામાં આવ્‍યો હતો. ૨૬ એકમોને સ્‍ટોરેજ, લાઇસન્‍સ અને સ્‍વચ્‍છતા સંબંધિત નોટિસ ફટકારવામાં આવી હતી તેમજ કુલ રૂ.૧,૨૪,૭૦૦નો વહીવટી દંડ વસૂલવામાં આવ્‍યો હતો.

ખોડીયાર ઇન્‍ડસ્‍ટ્રીયલ એરિયામાં આવેલી રાજેશન ફૂડ પ્‍લેનેટ (બેકર્સ એન્‍ડ કેટરર્સ)માં તપાસ દરમિયાન અત્‍યંત બિનઆરોગ્‍યપ્રદ સ્‍થિતિમાં આઇસ્‍ક્રીમ, બેકરી રો-મટીરિયલ, બ્રાઉની, ચોકલેટ, કપકેક, મીઠાઈ, બટર, ચીઝ સહિત અંદાજે ૧૮૬ કિલો અખાદ્ય અને ફૂગ લાગેલો ખોરાક મળી આવ્‍યો હતો. સ્‍થળ પરથી તેનો નાશ કરવામાં આવ્‍યો હતો. પેઢીને સીલ કરી રૂ.૧૦ હજારનો દંડ ફટકારવામાં આવ્‍યો હતો તેમજ વેનીલા આઇસ્‍ક્રીમ અને પાઇનેપલ કેક ક્રીમના નમૂના લેવામાં આવ્‍યા હતા.

સાધુ વાસવાણી રોડ પર આવેલી ઓમ ફેમિલી રેસ્‍ટોરન્‍ટમાં વાસી મંચૂરિયન, જૂનો લોટ, ગ્રેવી અને લેબલ વગરનું બટર પનીર મળી આવતાં અંદાજે ૨૦ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્‍યો હતો. રેસ્‍ટોરન્‍ટને સીલ કરી રૂ.૫ હજારનો દંડ ફટકારાયો હતો તેમજ પનીરનો નમૂનો લેવામાં આવ્‍યો હતો.

ભીલવાસ ચોક ખાતે આવેલી નકલંક દુગ્‍ધાલયને સ્‍વચ્‍છતા અને લાઇસન્‍સની ગંભીર ખામીઓને પગલે સીલ કરી રૂ.૧૦ હજારનો દંડ વસૂલવામાં આવ્‍યો હતો. ત્‍યાંથી પણ પનીરનો નમૂનો લેવામાં આવ્‍યો હતો.

મોરબી રોડ સેટેલાઇટ ચોક નજીક પ્રકાશભાઈ પ્રવીણભાઈ હરસોડાની ડેરી સામે પણ કાર્યવાહી કરી એકમને સીલ કરવામાં આવ્‍યો હતો. પેઢીને રૂ.૧૦ હજારનો દંડ ફટકારી પનીરનો નમૂનો લેવામાં આવ્‍યો હતો.

પોપટપરામાં આવેલી રાધિકા ડેરી ફાર્મમાં બિનઆરોગ્‍યઙ્ઘદ સ્‍થિતિમાં ઉત્‍પાદન અને સ્‍ટોરેજ થતું હોવાનું સામે આવ્‍યું હતું. ત્‍યાંથી ૧૬૦ કિલો વાસી માવો અને વનસ્‍પતિ ફેટનો નાશ કરવામાં આવ્‍યો હતો. ઉપરાંત આશરે ૪૫૦ કિલો મીઠો માવો કોલ્‍ડ સ્‍ટોરેજમાં સીલ કરી વેચાણ પર રોક લગાવવામાં આવી હતી. પેઢીને રૂ.૫ હજારનો દંડ ફટકારવામાં આવ્‍યો હતો. તેમજ મીઠો માવો તથા પનીરના નમુના લેવામાં આવ્‍યા હતા.

શહેરના રામ પાર્ક, મોરબી રોડ, સેટેલાઈટ ચોક પાસે, આવેલ શ્રીજી ડેરીફાર્મ માંથી ૨૩ Kg મીકસ વાસી મીઠાઇ નો નાશ નાશ કરી  રૂ.૩,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. પેઢીને હાઈજેનિક કન્‍ડિશન બાબતે નોટિસ આપી મીઠો માવો, મોળો માવો લૂઝ નો નમૂનો લેવામાં આવેલ. ખોડિયાર ડેરી માંથી ૧૨ Kgએક્‍સપાયર વાસી ફરસાણ નો નાશ નાશ કરી  રૂ.૧,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. પેઢીને હાઈજેનિક કન્‍ડિશન બાબતે નોટિસ આપી પનીર લૂઝ નો નમૂનો લેવામાં આવેલ. શ્રી ગેલમાં ડેરીફાર્મમાંથી ૪ Kg એક્‍સપાયર વાસી ફરસાણનો નાશ કરી  રૂ.૧,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. પેઢીને હાઈજેનિક કન્‍ડિશન બાબતે નોટિસ આપી પનીર લૂઝ તથા કેસરપીસતા શ્રીખંડ નો નમૂનો લેવામાં આવેલ.

જંકશન રેલ્‍વેસ્‍ટેશન ની સામે હોટલ એમબોય માંથી ૩૧Kg ડુંગળી, બટેટા, ટમેટા, લીંબુનો નાશ નાશ કરી રૂ.૫,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. શ્રી ગુરુનાનક હોટલ માંથી ૫ Kgચટણી નો નાશ કરેલ શીવ શક્‍તિ રેસ્‍ટોરન્‍ટ માંથી પ્રિપેર્ડ શાક નો નાશ કરેલ. મમતા રેસ્‍ટોરન્‍ટ માંથી બ્રેડના પેકેટ નો નાશ કરી રૂ.૫૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. KNG નોનવેજ માંથી લોલિપોપ ચિકન નો નાશ કરી રૂ.૨,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. નાગોર ચોળાફરી માંથી ૯ Kgઅખાદ્ય ચટણીનો નાશ કરેલ. રોઝી પાણિપુરી માંથી અખાદ્ય પાણીનો નાશ કરેલ. બાપા સીતારામ પાઉંભાજી માંથી ૯ Kg  અખાદ્ય ચટણીનો નાશ કરેલ. ક્રિશ ફાસ્‍ટફૂડ માંથી ૬ Kgઅખાદ્ય મંચૂરિયનનો નાશ કરેલ.

જૈન પાણીપુરી, જય ખોડિયાર રેસ્‍ટોરન્‍ટ, શ્રી બાલાજી રેસ્‍ટોરન્‍ટ, રાજસ્‍થાન રગડા પેટીસ & ભેળ, શ્રી બાલાજી રેસ્‍ટોરન્‍ટ પાઉંભાજી, સદગુરુ મોમોઝ & નાસ્‍તા, સીતારામ વડાપાઉં & દાબેલી, સીતારામ ફૂડ ઝોનને લાઇસન્‍સ બાબતે સૂચના આપેલ. અમ્રુત ડેરી, ગાયત્રી મદ્રાસ કાફે અમ્રુત રેસ્‍ટોરન્‍ટ, બાલાજી દાળપકવાન પેઢીની સ્‍થળ પર ચકાસણી કરેલ. મન્નત નોનવેજ & ચાઇનીઝ ને રૂ.૫૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ. શ્રી રામ પરોઠા હાઉસ ને રૂ.૨૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ.

જયારે પર્વના રેસ્‍ટોરન્‍ટ ને રૂ.૨,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ. માં શક્‍તિ હોટલ ને રૂ.૫૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ. બજરંગ હોટલ ને રૂ.૫૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ. સોનું નાસ્‍તા સેન્‍ટર ને રૂ.૫૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ.

આજી વસાહત, આજી ઇન્‍ડસ્‍ટ્રીયલ A-૨/૫ પર આવેલ કવીન્‍સ ફૂડ્‍સ ્રૂ બેવરેજીસ પેઢીને નોટીસ આપેલ છે. પનીર તેમજ ચીઝ (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ. મિલપરા શેરી નં. ૨૬ મુકામે આવેલ જય શ્રી ખોડિયાર દુગ્‍ધાલય પેઢીને નોટિસ આપેલ છે, તેમજ પનીર (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ. રણછોડનગર પેડક રોડ,  પર આવેલ વિશાલ મિલ્‍ક પેઢી ને નોટિસ આપી રૂ.૫,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. મવડી ચોકડી, મવડી રોડ પર આવેલ વરુડી ડેરીમાંથી  ૭ Kg લેબલ વગરના વાસી અખાદ્ય ફરસાણનો નાશ કરી રૂ.૨,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે તેમજ કાવ્‍યા પનીર લો ફેટ નું સેમ્‍પલ લેવામાં આવેલ. રાધેશ્‍યામ ડેરી માંથી પનીર (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ.

જયારે ૧૫૦ ફૂટ રિંગ રોડ બિગ બજાર પાસે આવેલ સમળધ્‍ધ ડેરીમાંથી પનીર (લૂઝ) નો નમૂનો લઈ રૂ.૨,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. બજરંગ વાડી, પટેલ જવેલર્સની બાજુમાં, જામનગર રોડ, રાજકોટ  પર આવેલ શ્રી ગાયત્રી ડેરીફાર્મ માંથી પનીર (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ. પ્રેમ મંદિર પાસે, કાલાવડ રોડ, રાજકોટ પર આવેલ ઢોસા-પોડી પોઈન્‍ટ પેઢી ને હાઈજેનિક કન્‍ડિશન બાબતે નોટિસ આપી રૂ.૧,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. રાણી ટાવર નીચે, કાલાવડ રોડ, રાજકોટ પર આવેલ હોટ & સ્‍પાઈસી પેઢીમાંથી માંથી ૩ Kg વાસી અખાદ્ય બ્રેડ નો નાશ કરી રૂ.૫,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે તેમજ હાઈજેનિક કન્‍ડિશન બાબતે નોટિસ આપેલ

(3:20 PM IST)