<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

મધુબેન શુક્‍લને પૂર્વ ધારાસભ્‍ય ડો. ભરતભાઈ બોઘરાએ અર્પી ભાવભીની શ્રદ્ધાંજલિ

રાજકોટઃ તા.૧, ભારતીય જનતા પાર્ટીના પાયાના સ્‍તંભ, આદર્શ સંગઠક અને પૂર્વ સાંસદ સ્‍વ. ચીમનભાઈશુક્‍લના ધર્મપત્‍ની શ્રીમતી મધુબેન ચીમનભાઈ શુક્‍લનું દુઃખદ અવસાન થતા પૂર્વ ધારાસભ્‍ય ડો. ભરતભાઈ બોઘરાએ ઘેરા શોકની લાગણી વ્‍યક્‍ત કરી છે. તેમણે મધુબેનના નિધનને એક યુગનાઅંત સમાન ગણાવતા શ્રદ્ધાંજલિ પાઠવી છે.

ડો. ભરતભાઈ બોઘરાએ પોતાના શોક સંદેશમાં જણાવ્‍યું હતું કે,‘‘ ગુજરાતમાં જ્‍યારે જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીના વિચારનું વાવેતર થઈ રહ્યું હતું, ત્‍યારે સ્‍વ. ચીમનભાઈ શુક્‍લના સંઘર્ષમય જાહેર જીવનમાં મધુબેન એક અડીખમ શક્‍તિ બનીને ઊભા રહ્યા હતા. મધુબેનનું વાત્‍સલ્‍ય અને માતળત્‍વ સભર સ્‍વભાવ હંમેશા સૌને હૂંફ આપતો રહ્યો છે. શુક્‍લ પરિવારના સંસ્‍કારોનું જતન કરવામાં તેમનો સિંહફાળો રહ્યો છે. આજે તેમના નિધનથી રાજકોટ અને ગુજરાતના જાહેર જીવનમાં એક મોટી ખોટ પડી છે, જે કયારેય પૂરી શકાયતેમ નથી.''

 

(3:40 PM IST)