News of Thursday, 14th May 2026
મહાનગરપાલિકાના વિરોધ પક્ષના પૂર્વ નેતા વશરામભાઇ સાગઠીયાએ ૬૨માં જન્મ દિવસની ગૌશાળામાં જઇ સેવામય ઉજવણી કરી

રાજકોટ : મહાનગરપાલિકાના વિરોધપક્ષના પૂર્વ નેતા વશરામભાઇ સાગઠીયાએ યશસ્વી જીવનના ૬૨માં વર્ષમાં પ્રવેશ કરતા આજે સગા સબંધીઓ, મિત્ર વર્તુળમાંથી તેઓને શુભેચ્છાઓ મળી હતી. દરમિયાન પોતાનો જન્મ દિવસ સેવા કાર્યથી ઉજવવા તેઓએ મનસુબો બનાવ્યો અને આજે તરઘડી અમદાવાદ હાઇવે પર આવેલ રાજકોટની સિધ્ધાર્થ ગૌશાળા ખાતે પહોંચ્યા હતા. જયાં ગૌમાતાઓને નિરણ નાખી ધાર્મિક પૂજન કાર્ય કરાવ્યુ હતુ. આ તકે હિરાલાલ પરમાર, અરવિંદ મુછડીયા, પ્રકાશ ચાવડા, રમેશ વઘેરા, મનોજ પરમાર, હિરાભાઇ ચાવડા વગેરે આ સેવા કાર્યમાં સાથે જોડાયા હતા.
(3:47 PM IST)










