<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયાનો મોબાઈલ હેકઃ વોટ્‍સએપ પરથી ફેક લગ્નની આમંત્રણ પત્રિકા વાયરલ થતા ખળભળાટ

WEDDING_INVITATION_CAED.apk નામની 5.2 MB ની શંકાસ્‍પદ ફાઈલ મોકલીને હેકર્સનો કીમતી ડેટા ચોરીનો કીમિયો : કોઈએ આ લિંક ખોલવી નહીં : જેતપુરના જાણીતા ઉદ્યોગપતિની લોકોને અપીલ

(કેતન ઓઝા/ ચંદ્રેશ હિરાણી દ્વારા) જેતપુર/ મોટી પાનેલી તા.૧: રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને જેતપુરના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ મનસુખભાઈ ખાચરીયાનો મોબાઈલ હેક થયાની ઘટના સામે આવી છે. હેકર્સ દ્વારા તેમના વોટ્‍સએપ નંબર પરથી તમામ કોન્‍ટેક્‍ટ લિસ્‍ટમાં લગ્નની આમંત્રણ પત્રિકાના નામે એક શંકાસ્‍પદ ખ્‍ભ્‍ધ્‍ ફાઈલ વાયરલ કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, મનસુખભાઈ ખાચરીયાના વોટ્‍સએપ પરથી લોકોને "WEDDING_INVITATION _CAED.apk (5.2 MB) ૅ નામની ફાઈલ મોકલવામાં આવી રહી છે, જેની સાથે ગુજરાતીમાં મેસેજ લખેલો છે કે ૅનમસ્‍તે! અમારા પરિવારમાં એક ખૂબ જ શુભ અને આનંદનો પ્રસંગ આવવાનો છે. અમારું લગ્નનું આમંત્રણ પત્ર સાથે જોડેલ છે, કળપા કરીને તેને જરૂરથી ખોલીને જુઓ...

આ ફાઈલ ખરેખર તો એક માલવેર છે. જો કોઈ ભૂલથી પણ તેને ડાઉનલોડ કરીને ખોલશે તો તેના મોબાઈલનો કંટ્રોલ, બેંક ડિટેલ, ફોટા અને અંગત ડેટા હેક થઈ જવાનો ભય છે. હાલમાં આ પ્રકારનું નવું સાયબર ફ્રોડ સમગ્ર સૌરાષ્‍ટ્રમાં ફેલાયું છે.

આ અંગે મનસુખભાઈ ખાચરીયા દ્વારા સ્‍પષ્ટતા કરવામાં આવી છે કે તેમનો નંબર હેક થઈ ગયો છે અને તેમના નામે ફરતી આ લગ્ન કંકોત્રી તેમણે મોકલી નથી. તેમણે તમામ મિત્રો, તોહીજનો અને કાર્યકરોને અપીલ કરી છે કે જો તેમના નંબર પરથી આવી કોઈ પણ લિંક કે ખ્‍ભ્‍ધ્‍ ફાઈલ આવે તો તેને બિલકુલ ખોલવી નહીં અને તાત્‍કાલિક ડિલીટ કરી દેવી.

(3:39 PM IST)