News of Monday, 29th June 2026
ચાર નામીચા શખ્સો હિતો, નામચીન હાંડો, વિનય, વિશાલ રાજસ્થાનથી એમડી ડ્રગ્સ લાવ્યા ને ઝડપાયા
શહેર એસઓજીએ ચારેયને બામણબોરના રસ્તે ચેકપોસ્ટ પરથી દબોચી લીધા : ૫.૭૨ લાખનો મુદ્દામાલ કબ્જેઃ સાંચોર તરફથી પીવા માટે લાવ્યાનું રટણઃ પીઆઇ એન. બી. ચોૈધરી, પીએસઆઇ એમ. વી. જાડેજાની ટીમની કામગીરીઃ હરદેવસિંહ, યોગરાજસિંહ, અનોપસિંહની બાતમી

રાજકોટ તા. ૨૯: શહેરમાં યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા અને નાર્કોટીક્સ પદાર્થોના વેચાણ તેમજ હેરાફેરી ઉપર રોક લગાવવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓ અન્વયે સે નો ટૂ ડ્રગ્સ મશન અંતર્ગત રાજકોટ શહેર એસઓજીએ વધુ એક વખત માદક દ્રવ્યની હેરાફેરી અટકાવી છે. ચાર નામીચા શખ્સોને બામણબોર નજીક એરપોર્ટ પોલીસની ચેકપોસ્ટ પાસે એમડી ડ્રગ્સ સાથે પકડી લેવાયા છે. આ ચારેય અગાઉ અલગ અલગ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યા છે. રાજસ્થાનથી પીવા, વેંચવા માટે લાવ્યા હતાં. પણ શહેરમાં એન્ટ્રી થાય એ પહેલા ચારેયને બાઉન્ડ્રીએ જ દબોચી લેવાયા હતાં.
એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. હરદેવસિંહ દીલુભા, યોગરાજસિંહ છનુભા અને કોન્સ. અનોપસિંહ પ્રવીણસિંહની સંયુક્ત બાતમીના આધારે ે રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર નવાગામ બામણબોર ગામમાં જવાના જુના રસ્તા પાસે આવેલી એરપોર્ટ પોલીસ સ્ટેશનની ચેકપોસ્ટ સામે વોચ ગોઠવીને માદક પદાર્થ મેફેડ્રોનના જથ્થા સાથે ચાર શખ્સોને પકડી લેવાયા હતાં.
એસઓજીએ મનહરપુર-૧, ૧૫૦ ફુટ રીંગ રોડ, અયોધ્યા ચોક, માધાપર ચોકડી પાસે રહેતો વિનય રાજભાઈ ઉકેડીયા (ઉ. વ.-૨૭, ધંધા મજુરી); રૈયાધાર સ્લમ ક્વાર્ટર નંબર-૫૦૬ માં રહેતો હિતેશ ઉર્ફે હિતો સુનીલભાઈ ધામેલીયા (ઉ. વ.-૨૫, ધંધો-મજુરી); રૈયાધાર દશામાના મંદિર પાસે રહેતો ભવદિપ ઉર્ફે હાંડો પરેશભાઈ ડાભી (ઉ.વ.-૨૪, ધંધો-મજુરી); અને મનહરપુર-૧, માધાપર ચોકડી પાસે અયોધ્યા ચોકમાં મનસુખભાઈ કુંભારના મકાનમાં ભાડેથી રહેતો વિશાલ રાજભાઈ ગોહેલ (ઉ.વ.-૨૧, ધંધો-ડ્રાઈવીંગ)ને પકડી લઇ તેની પાસેથી રૂા. ૫૨૪૫૦નું ૧૭.૫૨૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, ૨૦ હજારના ચાર મોબાઇલ ફોન, સ્વીફટ કાર જીજે૦૩એકે-૫૭૯૫ સહિત ૫,૭૨,૫૬૦ની માલમત્તા કબ્જે કરી ધરપકડ કરી હતી. માદક પદાર્થનું પ્રાથમિક પરીક્ષણ એફએસએલ અધિકારી સમીર જોષી દ્વારા કરવામાં આવ્યું હતું. પોલીસ રેકોર્ડની તપાસ દરમિયાન પકડાયેલા ચારેય આરોપીઓનો મોટો ગુનાહિત ઈતિહાસ સામે આવ્યો હતો. આરોપી વિનય રાજભાઈ ઉકેડીયા સામે અગાઉ પ્ર. નગર, ગાંધીગ્રામ, યુનિવર્સિટી, લોધીકા અને કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં મર્ડર, દારૂઅને મારામારી સહિત કુલ ૧૦ ગુનાઓ નોંધાયેલા છે.
તેમજ હિતેશ ઉર્ફે હિતો ધામેલીયા સામે યુનિવર્સિટી, ડી.સી.બી. અને કુવાડવા રોડ પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ, એન.ડી.પી.એસ. એક્ટ અને બી.એન.એસ. હેઠળ કુલ ૬ ગુનાઓ દાખલ છે. જ્યારે ભવદિપ ઉર્ફે હાંડો ડાભી સામે ભક્તિનગર, યુનિવર્સિટી અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં દારૂ અને મારામારી સહિત રેકોર્ડ પર કુલ ૧૮ ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત, વિશાલ રાજભાઈ ગોહિલ સામે બી-ડીવીઝન, યુનિવર્સિટી અને ગાંધીગ્રામ પોલીસ મથકમાં મારામારી અને દારૂના ૩ ગુનાઓ અગાઉ નોંધાઈ ચુક્યા હતાં.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલીક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા તથા એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત એસઓજી પીઆઇ એન.બી.ચૌધરી તથા પીએસઆઇ એમ.વી.જાડેજા, એએસઆઇ અરૂણભાઈ બાંભણીયા, હેડકોન્સ. હરદેવસિંહ દીલુભા, યોગરાજસિંહ છનુભા, મહાવીરસિંહ દશરથસિંહ, અમરદીપસિંહ ધર્મેન્દ્રસિંહ, તેમજ કોન્સ. અનોપસિંહ પ્રવીણસિંહ, ધ્રુવરાજસિંહ જગદીશસિંહ, વિરભદ્રસિંહ ભાવુભા, અજયસિંહ ગાંડાજી, હરદેવસિંહ વનરાજસિંહ તથા ડ્રાઈવર કોન્સ. નરપતસિંહ નરવરસિંહ અને નિર્મળસિંહ દ્વારા કરવામાં આવી હતી. એક સમયની પેડલર સુધાના દિકરા હિતેષ ઉર્ફ હિતાને નશાની આદત હોઇ તેને પીવા માટે રાજસ્થાન સાંચોરથી આ પદાર્થ લાવ્યાનું ચારેય રટણ કરતાં હોઇ વધુ તપાસ માટે રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.
(2:31 PM IST)










