<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

ભારતનગરમાં ગાળો બોલવાની ના પાડતાં ધોકાવાળીઃ એક જ પરિવારના ૪ને ઇજા

જીવણભાઇ, તેના દિકરા મનસુખભાઇ, ભત્રીજા હસમુખભાઇ, ભત્રીજાવહુ કિરણબેનને પાડોશી રણછોડે ધોકાથી મારકુટ કરી ઇજા કર્યાનો આરોપ

રાજકોટ તા. ૧: આજીડેમ ચોકડી પાસે ભારતનગરમાં બોપરે પાડોશીઓ વચ્‍ચે મારામારી થતાં ધોકા ઉલળ્‍યા હતાં. જેમાં એક વૃધ્‍ધ, તેના પુત્ર, ભત્રીજો અને ભત્રીજાવહુને ઇજા થઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ ભારતનગરમાં રહેતાં જીવણભાઇ ધનાભાઇ ખીમસુરીયા (ઉ.વ.૬૫) પર પાડોશી રણછોડભાઇ ભરવાડ સહિતે ધોકાથી હુમલો કરતાં તેમને બચાવવા માટે પુત્ર મનસુખભાઇ જીવણભાઇ (ઉ.વ.૪૨), ભત્રીજો હસમુખભાઇ નારણભાઇ (ઉ.વ.૩૧) અને ભત્રીજાવહુ કિરણબેન હસમુખભાઇ (ઉ.વ.૨૯) વચ્‍ચે પડતાં તેને પણ મારકુટ કરવામાં આવી હતી.

જીવણભાઇના કહેવા મુજબ પાડોશી રણછોડભાઇ કારણ વગર હસમુખભાઇને ગાળો દેતો હોઇ તેને જીવણભાઇ સમજાવવા જતાં તે ધોકોલ લઇને તુટી પડયો હતો. જીવણભાઇ નિવૃત જીવન જીવે છે. તેના દિકરા મનસુખભાઇ કારખાનામાં કામ કરે છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

(3:17 PM IST)