<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

રવિવારે શ્‍યામ મંદિરે નિઃશુલ્‍ક સર્વરોગ કેમ્‍પ

ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના ડોકટર્સ એસોસીએશનનું આયોજન

રાજકોટ : ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજનાં ૧૮૦ ડોકટરોનાં જીકેકેએસ ડોકટર્સ એસોસીએશન રોજકોટ દ્વારા સામાજીક જવાબદારી અને સ્‍વાસ્‍થ્‍ય જાગૃતિનાં ભાગરૂપે સમાજ કલ્‍યાણ માટે રાજકોટમાં તા. ૦૪.૧૦ રવિવારે કોઠારિયા રીંગ રોડ સ્‍થિત ‘‘શ્‍યામ મંદિર'' ખાતે સર્વજ્ઞાતિ બંધુઓ માટે નિઃશુલ્‍ક રોગ નિદાન તથા સારવાર કેમ્‍પનું આયોજન સવારે ૯ થી બપોરે ૧ર વાગ્‍યા સુધી કરવામાં આવેલછે.

આ કેમ્‍પમાં ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના  વિવિધ નામાંકિત અને નિષ્‍ણાંત ડોકટરો દ્વારા દર્દીઓને હાડકાના રોગ, હૃદયરોગ તથા ડાયાબીટીસ સહિતના તથા આયુર્વેદિક, હોમિયોપેથિક તથા ફિઝીયોથેરાપીની તમામ સેવાઓ સાથે તબીબી માર્ગદર્શન અને જરૂરી દવાઓ પણ વિનામૂલ્‍યે આપવામાં આવશે.

આ સાથે કેમ્‍પમાં આવતા દર્દીઓ માટે બ્‍લડ પ્રેસર, બ્‍લડસુગર તથા ફેફસાની તપાસ કરી અપાશે.

વધુને વધુ લોકોને આ કેમ્‍પનો લાભ લેવા  ડૉ. પંકજ રાઠોડ (પૂર્વ હેલ્‍થ ઓફિસર રા. મ્‍યુ. કોર્પો. ડૉ. અંકિત ગોહિલ (શ્‍યામ ડેન્‍ટલ એન્‍ડ સ્‍કીન કલીનીક), ડૉ. શ્રૃતિ વાઢેર, ડૉ.  કેતન કાતા (નારાયણ કલીનીક), ડૉ. નેહા મારુ (પ્રજ્ઞા હોમીયોપેથીક કલીનીક), ડૉ. રાધિકા મારૂ નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(2:20 PM IST)