<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

રામાનંદી સાધુ સમાજ માટે શુક્રવારે નિઃશુલ્‍ક નવરાત્રી મહોત્‍સવ

સતત બીજા વર્ષે આયોજન : બે કેટેગરીમાં ગરબા સ્‍પર્ધા, કુલ ૨૪ વિજેતાઓને અપાશે ઈનામો

રાજકોટ : નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે સમસ્‍ત રામાનંદી યુવા સમાજ ટ્રસ્‍ટ, રાજકોટ દ્વારા રામાનંદી સાધુ સમાજ માટે સતત બીજા વર્ષે ભવ્‍ય ‘‘એક દિવસીય રામાનંદી નવરાત્રી મહોત્‍સવ-૨૦૨૬''નું નિઃશુલ્‍ક આયોજન આગામી તા. ૯ શુક્રવારે લિયી લાયન્‍સ ગ્રાઉન્‍ડ, નાના મવા ચોકડી, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ ખાતે કરવામાં આવેલ છે.

મહોત્‍સવમાં રામાનંદી સાધુ સમાજના ભાઈઓ-બહેનો વિવિધ આકર્ષક સાંસ્‍કળતિક વેશભૂષામાં સજ્જ થઈ ગરબાની રમઝટ બોલાવશે અને માતાજીની આરાધના કરશે. મહોત્‍સવ દરમિયાન ગરબા સ્‍પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં ૧૫ વર્ષથી નાના ભાઈ-બહેનો તથા ૧૫ વર્ષથી મોટા ભાઈ-બહેનો એમ બે અલગ કેટેગરી રાખવામાં આવી છે.

બન્‍ને કેટેગરીમાં ગરબા સ્‍પર્ધા ઉપરાંત વેલ ડ્રેસની સ્‍પર્ધા પણ યોજાશે. દરેક કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તળતીય ક્રમાંક મેળવનાર વિજેતાઓને ઇનામ આપવામાં આવશે. આ રીતે બંને કેટેગરીની ગરબા તથા બેસ્‍ટ ડ્રેસ સ્‍પર્ધાના મળીને કુલ ૨૪ વિજેતાઓને ઇનામો એનાયત કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઇનામોની વણજાર કરવામાં આવશે.

નિઃશુલ્‍ક પાસનું વિતરણ  :- કાર્યાલય, ૮ મનહર પ્‍લોટ કોર્નર, દેવ હોસ્‍પિટલની બાજુમાં, ધરતી મેડિકલ સ્‍ટોર ઉપર, વિદ્યાનગર મેઈન રોડ, રાજકોટ ખાતે કરવામાં આવશે. વધુ માહિતી તથા પાસ માટે સંપર્ક મો. ૯૭૨૬૯ ૫૫૫૦૪.

કાર્યક્રમને યાદગાર બનાવવા માટે સમસ્‍ત રામાનંદી યુવા સમાજ ટ્રસ્‍ટ, રાજકોટના પ્રમુખ જીજ્ઞેશ રામાવતના માર્ગદર્શન હેઠળ રવિરાજભાઈ રામાવત, હિતેશભાઈ રામાવત, અનંતભાઈ નેનુજી, કેયુરભાઈ નિમાવત, મયંક રામાવત, સિદ્ધાર્થ લશ્‍કરી, દેવાંગ નિમાવત, કિશોરભાઈ નિમાવત, જે.ડી. નિમ્‍બાર્ક, અલ્‍પેશભાઈ અગ્રાવત્‌, અજય દેવમુરારી, અનિલભાઈ દેવમુરારી, ચામુંડરાઈ માધવાચાર્ય, તરુણભાઈ નિમાવત, જિજ્ઞેશભાઈ અગ્રાવત, વિવેકભાઈ નિમાવત, જગદીશભાઈ ટીલાવત, અમિતભાઈ વૈષ્‍ણવ, કરણભાઈ કુબાવત, હરસુખભાઈ દેવમુરારી, જગદીશભાઈ અગ્રાવત, કવનભાઈ અગ્રાવત, ધ્રુવભાઈ રામાનુજ, રજનીભાઈ રામાવત, અશોકભાઈ ટીલાવત, રાજનભાઈ દેવમુરારી, જયસનભાઈ દેવમુરારી, પાવનભાઈ કુબાવત, રેનીશભાઈ દેવમુરારી, પ્રવીણભાઈ રામપ્રસાદી, શૈલેષભાઈ દેવમુરારી, જયેશભાઈ કુબાવત, રાજુભાઈ કુબાવત, માનવભાઈ નિમાવત, વિમલભાઈ કીલજી, નૈમીશ ટીલાવત, ચંદ્રકાંત લશ્‍કરી, અભિષેક રામાનુજ, પ્રીત નિમાવત, શ્‍યામ દેવમુરારી, ભાર્ગવ દેવમુરારી, હર્ષ નિમાવત, મિહિર અગ્રાવત, પ્રીતેશ કુબાવત, આર્યન સુખાનંદી તેમજ કથાકાર અશ્વિનભાઈ આચાર્ય, દેવભૂમિ દ્વારકા, શુભમ નિમ્‍બાર્ક અને ગૌતમ લશ્‍કરી જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(2:15 PM IST)