હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જૂનમાં નિઃશુલ્ક રઘુવંશી વેવિશાળ મહાપરિચય મેળો
૪પ૦ થી વધુ ઉમેદવારો ભાગ લેશે, ૩૧ મેં સુધીમાં નામ નોંધાવી દેવાઃ કેસરીયા-જોબપુત્રા

રાજકોટઃ રઘુવંશી અગ્રણી કિરીટભાઇ કેસરીયા તથા પંકજભાઇ જોબપુત્રા દ્વારા તા. ૧૪ જુન રવિવારે બપોરે ર થી સાંજે ૭ વાગ્યા સુધી રઘુવંશી દિકરા-દિકરીઓ માટે ‘‘નિઃશુલ્ક રઘુવંશી વેવિશાળ મહા પરીચય મેળો'' હેમુગઢવી હોલ ખાતે યોજાશે જેમાં ૪પ૦ થી વધુ ઉમેદવારો ભાગ લેશે તેમ યાદીમાં જણાવાયું છે.
નિઃશુલ્ક રઘુવંશી વેવિશાળ મહા પરીચય મેળા માં ભાગ લેવા ઇચ્છતા દિકરા-દિકરીઓએ પોતાના બાયોડેટાની બે કોપી તથા ફોટોગ્રાફ બે કોપી (૧) ર- કોલેજવાડી, ‘વ્રજ વિહાર' એપાર્ટમેન્ટ, ફલેટ નં. ૧૦૧, રાજકુમાર કોલેજ સામે, રાજકોટ કિરીટભાઇ કેસરીયા મો. ૯૮૨૪૨ ૨૪૨૭૦ (ર) શ્રી રાજશકિત ડેરી ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ, પ/૯ કોર્નર જંકશન પ્લોટ મેઇન રોડ, ડો. કાછેલાની સામે, રાજકોટ પંકજભાઇ જોબનપુત્રા મો. ૯૮૨૫૯ ૯૮૨૬૧,(૩) સ્વ. શ્રી જગુભાઇ રૂપારેલીયા સ્થાપિત સંસ્થા શ્રીનાથજી વેવિશાળ માહિતી કેન્દ, સિધ્ધિ ફલેટસ, હાઉસીંગ બોર્ડ શેરી નં. પ અક્ષર માર્ગ એન્જલ મદ્રાસ ફાકે પાસે, રાજકોટ અમરશીભાઇ રૂઘાણી (મો.૯૩૭૭૭ ૮૮૨૨૯), (૪) અંબિકા અપરેલસ, રેર રેબિટ શો રૂમ સામે, નાઇસ એન્ડ ન્યુ ની બાજુમાં, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ, જયભાઇ લાલસેતા (મો. ૯૬૬૨૮ ૯૯૯૦૯) તથા (પ) જલીયાણ આર્ટ, નક્ષત્ર-૬, સમૃધ્ધિ ભવનની સામે, ગોંડલ રોડ, રાજકોટ ખાતે નિલેશભાઇ અનડક (મો. ૯૮૨૪૪ ૫૨૦૯૨) ને તા.૩૧/પ સુધીમાં મોકલી દેવા યાદીમાં જણાવાયું છે.
આ કાર્યક્રમ માટે નટુભાઇ કોટક (શ્રી લોહાણા સેવા મંડળ ટ્રસ્ટ રાજકોટ, ચેરમેન), કિશોરભાઇ કારીયા, જતીનભાઇ ભીંડોરા (શ્રી બજરંગ મિત્ર મંડળ), હેમલભાઇ ખંઢેરીયા, મહેશભાઇ કોટક, શૈલેષભાઇ પુજારા, ભદ્રેશભાઇ વડેરા, રાજુભાઇ જોબનપુત્રા, ધર્મેશભાઇ નંદાણી, અમીતભાઇ નાગરેચા, મનિષભાઇ અનડકટ,આશીષભાઇ પુજારાનો સહયોગ મેળલ હોવાનું જણાવાયું છે.
આ મહા પરીચય મેળામાં રાજયભરના તેમજ બહારગામના રઘુવંશી પરિવારો ભાગ લેશે. યુવક-યુવતીઓ તથા તેમના વાલીઓને એક જ સ્થળે પરસ્પર પરિચય ચર્ચા અને સંવાદની ઉત્તમ તક મળશે.
આ અંગે વિશેષ માહિતી માટે કિરીટભાઇ કેસરીયા (મો. ૯૮૨૪૨ ૨૪૨૭૦) તથા પંકજભાઇ જોબનપુત્રા (મો. ૯૮૨૫૯ ૯૮૨૬૧) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)










