તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd October 2026
સિધ્ધપુરીયા બારશાખ રાજપૂત જ્ઞાતિ દ્વારા કાલે નિઃશુલ્ક રાસોત્સવ : સાંસ્કૃતિક કાર્યક્રમ
જ્ઞાતિજનોને એક તાંતણે બાંધવા અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાનો મુખ્ય ઉદ્દેશ

રાજકોટ : શહેરમાં સિધ્ધપુરીયા બારશાખ રાજપૂત જ્ઞાતિ દ્વારા આવતીકાલે સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાસોત્સવનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે. જ્ઞાતિના સભ્યોને એકતાના તાંતણે બાંધવા અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાના ઉદ્દેશ્યથી રાસ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.
આ ભવ્ય રાસ ઉત્સવ તા. ર૪ શનિવારે સાંજે ૭ વાગ્યે અક્ષર પાર્ટી પ્લોટ, અયોધ્યા ચોક, ૧પ૦ ફીટ રિંગ રોડ, રાજકોટ ખાતે યોજાએલ છે.
કાર્યક્રમની સફળતા અને વ્યવસ્થા માટે જ્ઞાતિના આગેવાનો અને હોદ્દેદારો સર્વશ્રી પ્રતાપભાઇ ચાવડા, સુરેશભાઇ ચાવડા, નીરજભાઇ ચાવડા અને રાજનભાઇ ચાવડા તેમજ આયોજન ટીમમાં ધર્મેન્દ્રભાઇ ચૌહાણ, વિક્રમભાઇ પરમાર અને દીપેનભાઇ પરમાર, હાર્દિકભાઇ પરમાર જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:25 PM IST)










