તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
‘ખાલી' કેરેટ વચ્ચે ‘ભરેલો' માલઃ ૧ લાખના દારૂ ભરેલા આઇસર સાથે ચાલક ઝડપાયો
પ્ર.નગર પોલીસના પીઆઇ એમ.ડી. મકવાણાની રાહબરીમાં પીએસઆઇ એસ.ડી. કોઠીવારની ટીમના હેડકોન્સ. ચાપરાજભાઇ ખવડ, કોન્સ.વિશ્વજીતસિંહ ઝાલા અને તોૈફિકભાઇ મંધરાની બાતમી

રાજકોટ તા.પઃ જંકશન રેલ્વે સ્ટેશન રોડ પર રેલ્વે કોમ્યુનીટી હોલ સામેથી પ્ર.નગર પોલીસે મીની ટ્રકમાં પ્લાસ્ટીકના કેરેટ વચ્ચે છૂપાવીને લઇ જતા રૂા.૧ લાખના દારૂના જથ્થા સાથે રાજસ્થાનના આરોપીને ઝડપી લઇ દારૂ, મીની ટ્રક સહિત રૂા.૧૧ લાખનો મુદામાલ કબ્જે કરી તેની પૂછતાછ શરૂ કરી છે.
શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી ઝોન-ર રાકેશ દેસાઇ, એસીપી રાધીકા ભારાઇની સુચનાને પગલે પ્ર.નગર પીઆઇ એમ.ડી. મકવાણાની રાહબારીમાં સર્વેલન્સ સ્ટાફના પીએસઆઇ એસ.ડી. કોઠીવાર સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પો.કોન્સ. વિશ્વજીતસિંહ ઝાલા, હેડકોન્સ. ચાપરાજભાઇ ખવડ અને કોન્સ. તોૈફિકભાઇ મંધરાને જંકશન રેલ્વેસ્ટેશન રોડ પર રેલવે કોમ્યુનીટી હોલ સામેથી આઇશરમાં પ્લાસ્ટીકના કેરેટ વચ્ચે દારૂ છુપાવીને લઇ જવાનો હોવાની બાતમી મળી હતી. જેના આધારે ટીમે દરોડો પાડી આઇસર ચાલકને પકડી પુછતાછ કરતા પોતાનુ નામ શકિતસિંહ ભેરૂસિંહ ચૌહાણ (ઉ.વ. રપ રહે. જગતસીંગજી ખેડા ગામ, પોસ્ટ ચરાના થાના રેલમ઼ગ્લા, જી. રાજસમન્દ, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આઇસરની તલાશી લેતા તેમાં પ્લાસ્ટીકના કેરેટ વચ્ચે છુપાવેલ રૂા. ૯૯,૬૦૦ ની કિંમતની અલગ અલગ બ્રાન્ડની વ્હીસ્કીની ૪૪૪ બોટલ મળી આવતા દારૂ ઉપરાંત રૂા. રપ૦૦ ના પ્લાસ્ટીકના ખાલી કેરેટ અને આઇશર મળી કુલ રૂા. ૧૧,૦ર,૧૦૦ ના મુદામાલ કબ્જે કરી તેને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.
આ કામગીરી પોલીસ ઇન્સપેકટર એમ.ડી. મકવાણા, પો.સબ. ઇન્સ. એસ.ડી. કોઠીવાર, એએસઆઇ રણજીતસિંહ પઢારીયા, નીલેષભાઇ કુગસીયા, રવીભાઇ વાઘેલા, પો.હેઙ કોન્સ. ચાપરાજભાઇ ખવડ, મયુરરાજસિંહ જાડેજા, પો.કોન્સ. વિશ્વજીતસિંહ ઝાલા, તૌફીકભાઇ મઘરા, રીયાઝભાઇ ભીપૌત્રા, વિરેન્દ્રસિંહ પરમાર, વનરાજભાઇ બોરીચા તથા પ્રતાપભાઇ વદરે કરી હતી.
(2:35 PM IST)










