<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

શરદી-તાવ-ઉધરસ-ઝાડા- ઉલ્‍ટીના કેસમાં ફુંફાડોઃ ૧૯૧૭ કેસ

શહેરમાં ડેન્‍ગ્‍યુ અને મેલેરીયાના બે દર્દી તંત્રના ચોપડે નોંધાયો : મનપા દ્વારા ૨૪,૮૭૩ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ૧૬૫ રહેણાંકોમાં ફોગીંગ કરાયાનો દાવોઃ મચ્‍છર ઉત્‍પતિ સબબ ૫૯૯ને નોટીસ

રાજકોટ, તા. ૮: શહેરમાં શરદી, તાવ, ઉધરસ સહિતના કેસમાં ફરી ઉછાળો  જોવા મળ્‍યો છે. કેમ કે, સામાન્‍ય રીતે સપ્તાહમાં ૧૨૦૦થી વધુ કેસ નોંધાતા હોય છે. જયારે છેલ્લા અઠવાડિયામાં ૧૯૦૦ જેટલા દર્દી નોંધાયા છે તેમજ ડેન્‍ગ્‍યુ અને મેલેરીયાના ૧-૧ કેસ નોંધયા  છે.  આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા.૧૫ જુન થી ૨૧ જુન સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

શરદી તાવના ૧૯૦૦ થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૭૨૪ તેમજ સામાન્‍ય તાવના ૮૩૦ અને ઝાડા ઉલ્‍ટીના કેસ ૩૫૯ તથા  ટાઇફોઇડના ૨ તથા કમળાના ૨ સહિત કુલ ૧૯૧૭ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૧૮,૫૯૧ તેમજ સામાન્‍ય તાવના ૧૭,૨૮૧ અને ઝાડા ઉલ્‍ટીના કેસ ૬,૪૭૫ તથા ટાઇફોઇડના ૨૦ તેમજ કમળાના ૩૨ કેસ નોંધાયા છે.

મચ્‍છરજન્‍યના ૨ કેસ

શહેમાં છેલ્લા સપ્તાહમાં મચ્‍છરજન્‍ય એટલે કે ડેન્‍ગ્‍યુ અને મેલેરીયાના ૧-૧ કેસ નોંધાયા છે. જયારે સીઝનમા ડેનગ્‍યુના ૧૮, મેલેરીયાના ૬ તથા ચિકનગુનિયાના ૧ કેસ નોંધાયા છે.

મચ્‍છર ઉત્‍પતિ સબબ ૫૯૯ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે  મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ઘનીષ્‍ટ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૨૪,૮૭૩ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ  છે તથા ૧૬૫ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્‍ય ૭૯૮ થી વધુ સ્‍થળોએ મચ્‍છર ઉત્‍પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૫૯૯ લોકોને નોટીસ આપવામાં આવી હતી.

(3:44 PM IST)