<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

‘ગાડીવાલા આયા ઘરસે કચરા નિકાલ': કચરાના કોથળાની આડમાં છુપાવેલો દોઢ લાખનો દારૂ કબ્‍જે

માલવીયાનગર પોલીસે ગોકુલધામ મેઇન રોડ પર રીક્ષામાં કચરાના કોથળામાં દારૂ છુપાવીને લઇ જતાં ધર્મેશ સીતાપરાને પકડી રીક્ષા સહિત ૩ લાખનો મુદામાલ કબ્‍જે કર્યો પી.આઇ. જે. એમ. કૈલાની રાહબરીમાં એએસઆઇ કેતનભાઇ શેખલીયા, હેડ કોન્‍સ. સારંગભાઇ ઓગાણીયા, કોન્‍સ. કરમણભાઇ જાદવ સહિતની કામગીરી

રાજકોટ તા. ૧૬: ગોકુલધામ મેઇન રોડ પર શૌચાલય પાસે બાતમીના આધારે માલવીયાનગર પોલીસે દરોડો પાડી દારૂ ભરેલી રીક્ષા સાથે ભોમેશ્‍વરનાં શખ્‍સને ઝડપી લઇ દોઢ લાખના દારૂના જથ્‍થા સહિત રૂા. ૩ લાખનો મુદામાલ કબ્‍જે કરી તેની પૂછતાછ શરૂ કરી છે.

માલવીયાનગર પોલીસ પીઆઇ જે. એમ. કૈલાની રાહબરીમાં એએસઆઇ કેતનભાઇ શેખલીયા, હેડ કોન્‍સ. સારંગભાઇ ઓગાણીયા, એ. બી. જીલરીયા, કોન્‍સ. કરમણભાઇ જાદવ સહિતનો સ્‍ટાફ પેટ્રોલીંગમાં હતો ત્‍યારે ગોકુલધામ મેઇન રોડ પર વિજય હોટલવાળી શેરીમાં રીક્ષા નીકળવાની હોવાની અને રીક્ષામાં કચરાના કોથળાની આડમાં વિદેશી દારૂનો જથ્‍થો છુપાવેલો હોવાની બાતમી મળતાં વોચ ગોઠવી હતી.

દરમીયાન એક રીક્ષા નીકળતા તેને અટકાવી ચાલકની પૂછતાછ કરતા પોતાનું નામ ધર્મેશ અશોકભાઇ સીતાપરા (ઉ.વ. રજ્ઞ, રહે. ભોમેશ્‍વર વાડી શેરી નં. ર, જામનગર રોડ) હોવાનું જણાવ્‍યું હતું. પોલીસે તેને સાથે રાખી રીક્ષાની તલાસી લેતાં પાછળના ભાગે કચરો ભરેલા અલગ-અલગ સાત પ્‍લાસ્‍ટીકના કોથળા જોવા મળ્‍યા હતા. જે ખોલીને જોતા તેમાંથી અલગ-અલગ વ્‍હીસ્‍કીની બોટલો મળી આવી હતી.

જેથી પોલીસે રીક્ષા ચાલક ધર્મેશ સીતાપરાની સામે પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો દાખલ કરી તેની અટકાયત કરી રૂા. ૧,પ૪,૧૭૬ની કિંમતની અલગ-અલગ બ્રાન્‍ડનાં પ૦૪ દારૂના ચપલા ઉપરાંત રીક્ષા મળી કુલ રૂા. ૩.૦૪ લાખનો મુદામાલ દારૂનો જથ્‍થો કયાંથી લાવ્‍યો હતો અને કોને આપવાનો હતો તે સહિતની દિશામાં તપાસ હાથ ધરી છે.

(2:07 PM IST)