News of Monday, 27th April 2026
ગજ્જર સ્પોર્ટસ ક્લબ દ્વારા આવતીકાલથી ૨૫મી રાત્રિપ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
સતત ૨૫ વર્ષથી રાત્રી પ્રકાશ ટેનિશ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડતી સંસ્થાઃ માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડીયમ ખાતે ૨૮ એપ્રિલ થી ૬ મે સુધી સંસ્થાના પ્રમુખ યોગીન છનિયારા દ્વારા ભવ્ય આયોજન

રાજકોટઃ ગુર્જર સુતાર જ્ઞાતિમાં રમતગમતના માધ્યમથી મૈત્રી ભાવનાનો વિકાસ થાય એ હેતુથી છેલ્લા ૨૪ વર્ષથી ગજ્જર સ્પોર્ટસ ક્લબ દ્વારા યોજાતી હર્ષદભાઈ ખંભાયતા સ્મૃતિ કપ ૨૫મી રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું તા.૨૮ એપ્રિલ થી ૬ મે સુધી સાંજે ૫ થી રાત્રે ૧૨ સુધી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ રેસકોર્સ ખાતે ભવ્ય ઉદ્ઘાટન યોજાશે. આ ટુર્નામેન્ટમાં રાજકોટના નામાંકિત ઉદ્યોગપતિઓ, રાજકીય અગ્રણી, સરકારી અમલદારો, અગ્રણી જ્ઞાતિજનો ક્રિકેટ રમવાનો તથા નિહાળવાનો લ્હાવો લેશે. તેમ એક યાદીમાં જણાવાયું છે.
આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમો તેમજ મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સીરીઝ, બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર, બેસ્ટ બેસ્ટમેન, બેસ્ટ વિકેટકીપરને ટ્રોફી તેમજ પ્રોત્સાહન ઈનામો આપવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં ગુજરાતની જ્ઞાતિ સંસ્થાઓના આગેવાનો અને હોદેદારો ઉપસ્થિત રહેશે.
ક્રિકેટ મેચની સાથે અન્ય આકર્ષણોમાં હબસી કલાકારોના ડાન્સ, જાણીતા ક્રિકેટરોની ડમી, વિવિધરાસ મંડળીના ખેલૈયાઓ, ડ્રીનક્સ માટે લાયટિંક કાર, મહેમાનો માટે વીઆઈપી બેઠક, બહેનો માટે અલગ બેઠક વ્યવસ્થા, બહાર ગામની ટીમોને રહેવા તથા જમવાની સુવિધાઓ, કોમેન્ટ્રી બોક્સ, સ્કોર બોર્ડ, યૂટયુબ લાઈવ, એલઈડી લાઇટિંગ વાળા સ્ટમ્પ, સ્ટેટ પેનલ અનુભવી એમ્પાયરો તથા ગ્રાઉન્ડમેનલ, ખેલાડીઓ માટે અલગ પેવોલિયન, લાઈવકોમેન્ટ્રી જેવા અનેક આકર્ષણો રંગત જમાવશે. તેમ પણ જણાવાયું છે.
આજથી ૨૫ વર્ષ પહેલા ગજ્જર સ્પોર્ટસ ક્લબની સ્થાપના હર્ષદભાઈ ખંભાયતા દ્વારા કરવામાં આવી હતી. તેઓ રાજકોટની રેસકોર્સ ક્લબ સાથે પણ સંકળાયેલા અને તેમાં પણ રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સાથ સહકાર આપેલો અને સમગ્ર રાજકોટમાં રમતગમત ક્ષેત્રના મોટાભાઈ તરીકે જાણીતા હતા. તેમ જણાવાયું છે.
આયોજનને સફળ બનાવવા ગજ્જર સ્પોર્ટ્સ ના પ્રમુખ, યોગીનભાઈ છીનયારા, ઉપપ્રમુખ, કલ્પેશ સંચાણીયા તથા પિયુષ અંબાસણા, મંત્રી દેવાંગ ગજ્જર, સહમંત્રી પરેશ સુરેલિયા, ખજાનચી, ખુશાલ મહેમદાવાદિયા, સહખજાચી હાર્દિક ખંભાયતા, કારોબારી સભ્યો વિપુલ તલસાણીયા, હિરેન કલોલીયા, નેહલ પીલોજપરા, મુકેશ કરગથરા, મનીષ વિસાવડીયા, જયદિપ કરગથરા, મનીષ વિસાવડીયા, જયદિપ કરગથરા, ચેતન ભાદરીયા, અનીલ ખંભાયતા, સંદિપ સાંકડેચા, ધર્મેશ છનિયારા, પ્રકાશ કુંવારદિયા, સાવન વડગામા, મનીષ દસાડીયાએ આમંત્રણ પાઠવેલ છે. વધુ વિગત માટે યોગીનભાઈ છનિયારા (મો.૯૮૨૫૦ ૭૫૦૨૩)નો સંપર્ક કરવા જણાવાયું છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા યોગીન છનિયારા, મનીષ દસાડીયા, દેવાંગ ગજ્જર, જયદિપ કરગથરા, હિરેન કલોલીયા, વિપુલ તલસાણીયા નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:23 PM IST)










