તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Wednesday, 16th September 2026
શ્રી ચમત્કારિક હનુમાનજી મંદિરે ગણપતિ મહોત્સવ : સત્યનારાયણ કથા

રાજકોટ : અહિંના કાલાવાડ રોડ ઉપર આવેલ સુપ્રસિધ્ધ શ્રી ચમત્કારિક હનુમાનજી મંદિરે ૧૭ માં ગણપતિ મહોત્સવ દરમિયાન બીજા દિવસે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. તેમજ સંધ્યા આરતીમાં પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ તથા ભાજપ અગ્રણી મનુભાઈ વઘાસિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જેમનું ફુલહાર અને ખેસ પહેરાવી સ્વાગત શ્રી ચમત્કારિક ધામના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ ભગત, કાર્યકારી પ્રમુખ અને એડવોકેટ ગીરીરાજસિંહ રાઠોડ, મંદિર ટ્રસ્ટી શ્રી નીરુભા વાઘેલા, શ્રી કળષ્ણદેવસિંહ ગોહિલ, શ્રી યોગરાજ સિંહ રાણા, શ્રી આશિષભાઈ ગોહિલ, શ્રી જયેશભાઈ માલવી, શ્રી યોગેશભાઈ પોપટ, શ્રી દિલીપ સિંહ જાડેજા વેજા ગામ, શ્રી સુરેશભાઈ પટેલ, શ્રી મેઘજીભાઈ શિંગાળા, શ્રી જીતુભાઈ ચંદારાણા, શ્રી ઘનશ્યામભાઈ ભટ્ટ, શ્રી રાજુભાઈ ઘેલાણી, શ્રી વિક્રમસિંહ પરમાર, શ્રી સંજયભાઈ તન્ના સહિતના દ્વારા કરવામાં આવ્યું હતું.
(2:33 PM IST)










