<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

ગણાત્રા પરિવાર દ્વારા દાયકાઓથી જલારામ જયંતીની ભવ્ય ઉજવણી

ગિરીશભાઇ ગણાત્રા દ્વારા થાળ, કથા ભકિત સંગીતનું આયોજન

રાજકોટ, તા.૧૩: વસંત સાઉન્ડ સર્વીસ ગ્રૂપવાળા ગિરીશભાઇ કાંતિલાલ  ગણાત્રા (મો. ૯૮૨૪૨ ૨૬૦૭૮) અને વિશાલ જી. ગણાત્રા પરિવાર દ્વારા તા.૧૬ નવેમ્બર સોમવારે પરિવારના નિવાસ સ્થાને જલારામ જયોત ૬- ગાયકવાડી ખાતે પરંપરાગત રીતે શ્રી જલારામબાપાની જન્મ જયંતીની દિવ્ય-ભવ્ય ઉજવણી થશે. સવારે પૂજન, સાંજે ૫થી૭ શ્રી સત્યનારાયણ ભગવાનની કથા રાત્રે ૮ વાગ્યે મહાપ્રસાદ તેમજ ૯ વાગ્યા થી ભકિત સંગીત રાખેલ છે. વસંત સાઉન્ડ ઓરેકેસ્ટ્રા ગ્રૂપના માધ્યમથી હર્ષ દવે  અને ચારૃબેન ગજ્જર સહિતના કલાકારો ગીત-સંગીત કલા રજુ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગણાત્રા પરિવારના મોભી સ્વ. કાંતિભાઇ ગણાત્રા અને સ્વ.લાભુબેન ગણાત્રાએ ૫૦ થી વધુ વર્ષ પહેલા શ્રી જયંતીની ઉજવણીનો શુંભારંભ કરેલ તે પરંપરા પરિવારે જાળવી રાખી છે.

(3:30 PM IST)