તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
ચોરનો ભેદ ગાંધીગ્રામ પોલીસે ઉકેલ્યોઃ પાટણનો અનિલ અને સગીર ઝડપાયા
લાખના બંગલા પાસે દૂકાનમાં ભરબપોરે ચોરી થઇ હતી પીઆઇ એચ.પી. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એસ. વી. ગોહિલ, એએસઆઇ ચેતનસિંહ ગોહિલ અને ટીમની કામગીરીઃ રવિભાઇ, રોહિતદાન અને શબ્બીરખાનની બાતમી

રાજકોટ તા. ૧૮: ગાંધીગ્રામ લાખના બંગલાવાળા રોડ પર સમર્પણ કોમ્પલેક્ષમાં પહેલા માળે આવેલી ઇશ્વર મોબાઇલ નામની દુકાનનો કાચનો દરવાજો તોડી અંદર પ્રવેશી કોઇ મોબાઇલ ફોન, ડેટા કેબેલ, એડેપ્ટર સહિત ૪૫૫૦૦ની માલમત્તા ચોરી ગયું હતું. આ ગુનાનો ભેદ ગાંધીગ્રામ પોલીસે ઉકેલી માધાપર ચોકડી પાસે રહેતાં એક શખ્સ અને સગીરને પકડી લઇ મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ચોરીનો ગુનો દાખલ થતાં ગાંધીગ્રામ ડી. સ્ટાફની ટીમે તપાસ શરૂ કરી હતી. એ દરમિયાન હેડકોન્સ. રવિભાઇ ગઢવી, રોહીતદાન ગઢવી, શબ્બીરખાન મલેકને મળેલી બાતમી પરથી છોટુનગર મેઇન રોડ પરથી અનિલ રામાભાઇ રાઠોડ (ઉ.વ.૨૪-રહે. માધાપર ચોકડી, સોમનાથ પંપ સામે પૂલ નીચે, મુળ દેવીપુજકવાસ, શંખેશ્વર પાટણ) અને તેની સાથેના સગીરને પકડી લીધા હતાં. આ બંને પાસેથી ચોરાઉ મોબાઇલ, એડેપ્ટર, કેબલ મળી આવ્યા હતાં.
અનિલ પાટણથી હાલ રાજકોટ રહેવા આવ્યો છે અને છુટક મજૂરી કરે છે. બપોરના સમયે દુકાનદાર ઘરે જમવા ગયા ત્યારે રેઢી દૂકાનનો કાચનો સ્લાઇડીંગ ડોર તોડીને આ બંનેએ ચોરી કરી હતી. છોટુનગર પાસે ગુજરી ભરાતી હોઇ ત્યાં મોબાઇલ વેંચવા માટે આ બંને જતાં બાતમી પરથી પકડી લેવાયા હતાં.
ડીસપીી રાકેશ દેસાઇ, એસીપી આર. એસ. બારીયાની સુચના અંતર્ગત પીઆઇ એચ. પી. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એસ. વી. ગોહિલ, એએસઆઇ ચેતનસિંહ ગોહિલ, હેડકોન્સ. રવિભાઇ ગઢવી, રોહિતદાન ગઢવી, શબ્બીરખાન મલેક, કોન્સ. રઘુવીરસિંહ જાડેજા, વિપુલભાઇ ગઢવી, જયદેવસિંહ પરમાર, પ્રશાંતભાઇ ગજેરા, કોૈશિકભાઇ ડાંગરે આ કામગીરી કરી હતી.
(3:20 PM IST)










