<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મોટી ઉંમરના દુકાનદારોને ટાર્ગેટ કરતી ચોર ટોળકીનો પર્દાફાશ : 2 સગીર સહિત ત્રણ આરોપીઓને ઝડપી લેવાયા

આરોપીઓ દુકાનદારની નજર ચૂકવીને ગલ્લામાંથી રૂપિયા અને કિંમતી સામાનની ચોરી કરી ફરાર થઇ જતા

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરતી ચોર ટોળકીનો પર્દાફાશ. પોલીસે 2 સગીર સહિત ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. આ ટોળકીના નિશાન પર હંમેશા સિનિયર સિટીઝન રહેતા. આરોપીઓ એવી દુકાનમાં જતા કે જ્યાં કોઈ મોટી ઉંમરના વ્યક્તિ દુકાનનું સંચાલન કરતા હોય. આરોપઓ પહેલાથી દુકાનમાં જઈને કોઈ વસ્તુની માગણી કરતા. દુકાનદાર વસ્તુ લેવા માટે જાય એટલે તકનો લાભ લઈને આરોપીઓ દુકાનદારની નજર ચૂકવીને ગલ્લામાંથી રૂપિયા અને કિંમતી સામાનની ચોરી કરી ફરાર થઇ જતા હતા.  આરોપીઓની આ કરતૂત સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. જેમાં આરોપીઓ દુકાનમાં હાથફેરો કરતા નજરે પડે છે. આ ટોળકી સામે રાજકોટમાં બે અલગ-અલગ ફરિયાદ નોંધાઈ હતી.

(7:31 PM IST)