તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th October 2026
અબતક સુરભી રાસોત્સવમાં આઠમા નોરતે ગરબાની રમઝટ : ક્રિકેટનું મેદાન ગરબાથી ગુંજયુ
પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ : માર્ગી પટેલ, મિલન મહેર, શ્યામલ જાદવ અને ઇન્ડિયન આઇડલ ફેમ અલંકાર માહતોલિયાની સંગીતમય પ્રસ્તુતિએ જમાવ્યો રંગ

રાજકોટ : અબતક સુરભી રાસોત્સવમાં માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આઠમા નોરતે ગરબા મહોત્સવ ગરબાના તાલે ૧૦ હજારથી વધુ ખેલૈયાઓ ઝૂમી ઊઠ્યા હતા. રંગબેરંગી પરિધાનમાં સજ્જ ખેલૈયાઓએ પરંપરાગત ગરબાની રમઝટ બોલાવી સમગ્ર સ્ટેડિયમને નવરાત્રિના રંગે રંગી દીધું હતું.
આ પ્રસંગે રાજકોટના પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, રાજકોટ શહેર ભાજપના પૂર્વ શહેર પ્રમુખ સર્વશ્રી કમલેશભાઇ મીરાણી, સિનિયર પત્રકાર જગદીશ મહેતા,બાલાજી વેફરના માલિક ચંદુભાઈ વીરાણી, જેએમજે ગ્રુપના મયુધ્વજસિંહ જાડેજા તેમજ રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સુમિતભાઈ વોરા તેમની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા. રાસોત્સવની શોભામાં વધારો કર્યો હતો.
અબતક સુરભી રાસોત્સવના આઠમા નોરતે જાણીતા ગાયક કલાકારો માર્ગી પટેલ, મિલન મહેર, શ્યામલ જાદવ અને ઇન્ડિયન આઇડલ ફેમ અલંકાર માહતોલિયાએ પોતાની સંગીતમય પ્રસ્તુતિથી ગરબાપ્રેમીઓમાં ઉત્સાહનો માહોલ સર્જ્યો હતો.
(2:24 PM IST)










