<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

રંગોલી પાર્ક નજીક આવેલ ‘વીરવીરૂ અમૃત સરોવર'નો પાણીના વહેણને રોકતો કચરો દૂર કરવા મેયરને રજુઆત

રાજકોટ, તા.૪: રંગોલીપાર્ક સોસાયટીના ગેટ નં. ૨ સામે આવેલ વીર વીરુ અમળત સરોવરના વરસાદી પાણીના કુદરતી વહેણમાં ગેરકાયદેસર બાંધકામ કચરો ઠાલવી ઊભું કરેલ દબાણ ચોમાસા પહેલા તાકીદે દૂર કરવા બાબતે. મેયર અને મ્‍યુનિ.કોર્પોરેશનને રજુઆત કરવામાં આવી છે.

આ અંગે ભીખલાલ વ્રજલાલ સહાયતા, ઇન્‍ચાર્જ પ્રમુખ - રંગોલીપાર્ક સોસાયટી ફ્‌લેટ હોલ્‍ડર હિતરક્ષક સમિતિ, દ્વારા મોટા મવા વિસ્‍તારના જાગળત નાગરિક તરીકે રંગોલી પાર્ક સોસાયટી નજીક સર્જાયેલી એક ગંભીર પર્યાવરણીય અને જનહિતની સમસ્‍યા સંદર્ભે સોસાયટીના ગેટ નંબર ૨ ની બિલકુલ સામે જળસંચયના ઉમદા હેતુથી વિકસાવાયેલું વીર વીરુ અમળત સરોવર આવેલું છે. હાલમાં ત્‍યાં કેટલાક અસામાજિક તત્‍વો અને બિલ્‍ડરો દ્વારા આ સરોવરની અંદર તેમજ તેમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી લાવતા કુદરતી પ્રવાહના માર્ગમાં મોટા પ્રમાણમાં પ્‍લાસ્‍ટિક, ગંદગી, સિમેન્‍ટ તેમજ બાંધકામનો કાટમાળ ગેરકાયદેસર રીતે ઠાલવવામાં આવી રહ્યો છે.

આ ગેરકાયદેસર પ્રવળત્તિના કારણે ૧૧૬૪ પરિવારોના સ્‍વાસ્‍થ્‍યનું જોખમ સાથે સોસાયટીમાં વસતા અંદાજે ૧૧૬૪ પરિવારોના આરોગ્‍ય સામે આ ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાનો મોટો ખતરો ઊભો થયો છે, જે લોકોના જીવનના જોખમ સમાન છે.

ચોમાસામાં પૂર અને જળબંબોળની સ્‍થિતિ વરસાદી પાણીના વહેણનો કુદરતી માર્ગ સંપૂર્ણપણે રૂંધાઈ ગયો હોવાથી, ચાલુ ચોમાસા દરમિયાન આ પાણી સોસાયટી અને આજુબાજુના રહેણાંક વિસ્‍તારોમાં ઘૂસી જવાની અને જાનમાલનું મોટું નુકસાન થવાની પૂરેપૂરી દહેશત છે.

મનપાના પર્યાવરણ અભિયાનને નુકસાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જ્‍યારે શહેરને સ્‍વચ્‍છ અને સુંદર બનાવવાના સઘન પ્રયાસો થઈ રહ્યા હોય, ત્‍યારે જાહેર જળષાોતમાં આવું ગેરકાયદેસર દબાણ મહાનગરની છબીને ખરડે છે.

રાજકોટ શહેરના પ્રથમ નાગરિક તરીકે અને જનતાના પ્રશ્‍નો પ્રત્‍યે સદાય સંવેદનશીલ હોઈ, અમારી નમ્ર વિનંતી છે કે આપના સ્‍તરેથી રાજકોટ મહાનગર પાલિકાની સંબંધિત વેસ્‍ટ મેનેજમેન્‍ટ, ટાઉન પ્‍લાનિંગ અને ડ્રેનેજ શાખાના અધિકારીઓને તાકીદની સૂચના આપી આ કચરો અને દબાણો સત્‍વરે દૂર કરાવવામાં આવે અને વરસાદી પાણીનો માર્ગ ખુલ્લો કરવામાં આવે. સાથે જ, જાહેર જળષાોતને નુકસાન કરનારા તત્‍વો સામે કાયદેસરના દંડાત્‍મક પગલાં લેવામાં આવે. તેમ પત્ર લખીને જણાવેલ છે. 

 

(3:46 PM IST)