<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

વોર્ડ નં.૧૪માં ગાર્ડન નવીનીકરણ, કોમ્‍યુનિટી હોલ, ફાયર સ્‍ટેશન બનશે

કોપોરેટરોની રજુઆતથી ૪૫.૦૧ કરોડ ફાળવાયા

રાજકોટઃ વોર્ડ નં.૧૪માં રૂ.૦૩.૧૦ કરોડના ખર્ચે સોરઠીયાવાડી ગાર્ડનનું નવિનીકરણ કરવાનું કામ, પારડી રોડ પર આવેલ શેઠ હાઇસ્‍કુલની સામે ટી.પી. સ્‍કીમ નં.૫ (રાજકોટ) એફ.પી. નં.૨૩૦ માં રૂ.૨૦.૮૨ કરોડના ખર્ચે નવો કોમ્‍યુનિટી હોલ બનાવવાનું કામ, તથા પારડી રોડ, શેઠ હાઇસ્‍કુલની સામે ટી.પી. સ્‍કીમ નં.૫ (રાજકોટ) એફ.પી. નં.૨૩૧ માં રૂ.૨૧.૦૮ કરોડના ખર્ચે નવું ફાયર સ્‍ટેશન તથા સ્‍ટાફ કવાટર્સ બનાવવાનું કામ, સહિત આ વોર્ડ માટે કુલ મળી રૂ.૪૫.૦૧ કરોડના વિવિધ વિકાસ કામો આજરોજ સ્‍ટેન્‍ડિંગ કમિટીની બેઠકમાં મંજુર કરવામાં આવેલ છે.  ઉક્‍ત કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૧૪ના શાસકપક્ષ નેતા ડૉ.હિરેનભાઇ ખીમાણીયા તેમજ કોર્પોરેટરશ્રીઓ ચંદ્રાબેન વાળા, અરૂણાબેન આડેસરા, કેતનભાઈ ઠુમ્‍મર દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પરેશ પિપળીયા તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કરેલ છે.

(3:27 PM IST)