તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
આવાસ-આંગણવાડી-આરોગ્યકેન્દ્ર-વિજીલન્સ-પાણીના પ્રશ્નોથી જનરલ બોર્ડ ગાજશે
૧૯મીએ મનપાનું જનરલ બોર્ડઃ ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરોના સવાલો તંત્ર માટે આકરા પડશે? : બપોરના ૧ વાગ્યા સુધીમાં ભાજપના ૪ અને કોંગ્રેસના ૧ સહિત કુલ ૫ નગરસેવકોના ૧૨ પ્રશ્નો રજૂઃ ફરી ભાજપના સંજય ચાવડાના પ્રશ્નથી ચર્ચાનો થશે પ્રારંભ

રાજકોટ, તા.૧૧:મહાનગરપાલિકાનું આગામી જનરલ બોર્ડ તા.૧૯ સપ્ટેમ્બરના બપોરે ૧ વાગ્યે મળનાર છે. બોર્ડમાં સવાલ-જવાબનો દોર ફરી રસપ્રદ બની રહે તેવી શકયતા છે. આગામી ૧૯મીએ જનરલ બોર્ડ બોલાવવા મેયર નેહલશુકલની સુચનાની સેક્રેટરી શ્રી રૂપારેલીયા દ્રારા બોર્ડનો એજન્ડા પ્રસિધ્ધ કરવામાં આવતા બપોરસુધી ભાજપ અને કોંગ્રેસના મળીને પાંચ કોર્પોરેટરો દ્વારા કુલ ૧૨ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે. પ્રશ્નોની ક્રમવાર યાદીમાં ભાજપના કોર્પોરેટર સંજયભાઈ ચાવડાનો પ્રશ્ન પ્રથમ ક્રમે આવતા જનરલ બોર્ડમાં ફરી તેમના પ્રશ્ન‘થી જ ચર્ચાનો પ્રારંભ થશે.
આગામી ૧૯ મીએ મળનાર જનરલ બોર્ડ મેયર નેહલ શુકલના અધ્યક્ષ સ્થાને યોજાશે. આ બોર્ડમાં પ્રથમ ભાજપ-કોંગ્રેસના સભ્યોએ પુછેલ પ્રશ્નોના જવાબો સંબધીત વિભાગના અધિકારીઓ દ્વારા રજુ કરવામાં આવશે. આ વખેતે ફરી વોર્ડ નં. પના ભાજપના કોર્પોરેટર સંજય ચાવડાના મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવતા એલ૧ તમામ પ્રકારના આવાસો હાલ સુધીમાં કયા કયા વિસ્તારોમાં બનાવવામાં આવેલ છે. મહાનગરપાલિકા દ્વારા હાલ દિવસ સુધીમાં બનાવેલા આવાસો પૈકી કઇ કઇ આવાસોમાં કેટલા કેટલા સમયથી ખાલી છે. આરોગય શાખાની તમામ સ્ટાફની કુલ કામગીરી ફિલ્ડ તથા ઓફીસ સ્ટાફની વિગતવાર સહિતના પ્રશ્નોની બોર્ડની ચર્ચાનો પ્રારંભ થશે.
જનરલ બોર્ડમાં બીજો પ્રશ્ન વોર્ડનં.૧ના કોર્પોરેટર અંજનાબેન દ્વારા આંગણવાડીનો લાભ વધુને વધુ બાળકી લ્યે તે માટેની કાર્યવાહી તથા આરોગ્ય કેન્દ્રમાં ધાત્રી માતાઓને રોગોની દવા, ઇંજેકશન સહિતની સુવિધાઓ અંગે પૂછવામાં આવ્યો છે.
જયારે ત્રીજા ક્રમાંકે વોર્ડ નં.૯ના કોર્પોેરટર જાનકીબેન કાટોલીયાએ વિજીલન્સ વિભાગએ કઇ પ્રકારની કામગીરી કરી છે તે છેલ્લા ર વર્ષમાં કયાં કયાંને કઇ પ્રકારના સેમ્પલ લીધા તેમાં કેટલા નાપાસ થયાને તેમાં કેટલા કોન્ટ્રાકટર ઉપર પગલા લીધાને કેટલા અધિકારીઓ પર કામગીરી તે અંગે પ્રશ્ન પુછયો છે.
જયારે ચોથા ક્રમાકેવોર્ડ નં.૧૧માં પાણીની લાઇનનો હિસાબ માંગતા રક્ષિત કલોલા વોર્ડ નં.૧૧ના કોર્પોરેટર રક્ષિત કલોલાએ પાણીના પ્રશ્ન‘ને કેન્દ્રમાં રાખી વોટર વર્ક્સ વિભાગને ત્રણ સવાલો કર્યા છે. વોર્ડ નં.૧૧માં અત્યાર સુધીમાં કેટલા કિલોમીટર DI પાણીની પાઇપલાઇન નાખવામાં આવી, હજુ કેટલી લાઇન નાખવાની બાકી છે અને બાકી કામગીરી કેટલા સમયમાં પૂર્ણ કરવામાં આવશે? તેનો સ્પષ્ટ જવાબ માંગવામાં આવ્યો છે.
આમ ૧૯મીના જનરલ બોર્ડમાં આવાસ, આરોગ્ય, આંગણવાડી, વિજિલન્સ, પાણી, જન્મ-મરણ અને ટાઉન પ્લાનિંગ સહિતના પ્રજાલક્ષી મુદ્દાઓ પર સત્તાધારી અને વિપક્ષી કોર્પોરેટરોના પ્રશ્નોથી ચર્ચા ગરમાવાની શકયતા છે.
કયા કયા નગરસેવકોએ પ્રશ્ન રજૂ કર્યા
સભ્યશ્રીનું નામ વિભાગ
સંજયભાઇ ચાવડા ૧-આવાસ
ર- આવાસ
૩- આરોગ્ય
અંજનાબેન મોરજરીયા ૧-આઇસીડીએસ (આંગણવાડી)
ર-આરોગ્ય
૩-આરોગ્ય
જાનકીબેન કાટોલીયા ૧-વિજીલન્સ (ટેકનિકલ)
રક્ષિત કલોલા ૧-વોટર વર્કસ
ર-વોટર વર્કસ
૩-વોટર વર્કસ
દિપ્તીબેન સોલંકી ૧-જન્મ મરણ, આધાર વિભાગ
ર- ટાઉન પ્લાનિંગ, મહેકમ
કુલ પ્રશ્નો ૧ર (બાર)
(3:48 PM IST)










