<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

ખેલૈયાઓ તૈયાર થઈ જાઓ... રઘુવંશી રાસોત્સવના રંગે રંગાવાનો સમય આવી ગયો.!

‘અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ-૨૦૨૬' માટે ફોર્મ વિતરણ શરૂ

રાજકોટઃ રઘુવંશી પરિવારોમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે ‘અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ-૨૦૨૬' હવે આકાર લઈ રહ્યો છે. સતત અગિયારમા વર્ષે રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા આયોજિત આ ભવ્‍ય નવરાત્રી મહોત્‍સવ માટે ફોર્મ વિતરણનો પ્રારંભ થઈ ગયો છે. હજારો રઘુવંશી ખેલૈયાઓ પરિવાર સાથે એક જ સ્‍થળે ગરબે ઘૂમશે અને ભક્‍તિ, પરંપરા, સંગીત તથા રઘુવંશી એકતાનો અનોખો સંગમ સર્જાશે.

નવરાત્રી એટલે માત્ર ગરબા અને રાસનો તહેવાર નહીં, પરંતુ મા આદ્યશક્‍તિની આરાધના અને આપણી સંસ્‍કળતિની ઉજવણીનો પવિત્ર અવસર. નવ દિવસ સુધી માતાજીની ભક્‍તિ સાથે ગરબા અને રાસની પરંપરા જીવંત બને છે. પરિવાર, સમાજ અને યુવા પેઢીને એકસાથે જોડતો આ પર્વ સૌને સાથે મળીને ઉજવણી કરવાની તક આપે છે. આ જ ભાવનાને કેન્‍દ્રમાં રાખીને રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા આ મહોત્‍સવને સંપૂર્ણ પારિવારિક, ગૌરવપૂર્ણ અને મર્યાદાયુક્‍ત વાતાવરણમાં યોજવાનો સંકલ્‍પ કરવામાં આવ્‍યો છે.

દરરોજ માતાજીના ગરબા, લોકગીતો, પ્રાચીન-અર્વાચીન સ્‍તુતિઓ તથા દુહા-છંદની રમઝટ સાથે ભક્‍તિમય માહોલ સર્જાશે. સાથે જ આજના સમયના લોકપ્રિય ટ્રેન્‍ડિંગ ગરબા, ગીતો અને તિમલી જેવા લોકપ્રિય રાસના આધુનિક રંગો પણ જોવા મળશે, જેથી પરંપરાની મીઠાશ સાથે યુવા પેઢીના સંગીત અને નળત્‍યના ઉત્‍સાહનો પણ અનોખો સંગમ સર્જાય. પરંપરાનો વારસો જળવાઈ રહે અને આજની પેઢીનો તાલ પણ છૂટે નહીં, એ રીતે રાસોત્‍સવને વધુ જીવંત અને રંગીન બનાવવામાં આવશે.

‘જય આદ્યશક્‍તિ'ના મંગલાચરણથી શરૂ થતી રાસની રાતોમાં જાણીતા કલાકારો પ્રકાશ પરમાર, હાર્વીન પોપટ, દીપ્તિ બાલાસરા અને મેહુલ સીસાંગિયા પોતાના સુર, તાલ અને લયથી હજારો ખેલૈયાઓને ગરબે ઝૂમાવશે. અત્‍યાધુનિક ડિજિટલ સાઉન્‍ડ સિસ્‍ટમ્‍સ સાથે આ રાસોત્‍સવને યાદગાર બનાવવામાં આવશે.

મહોત્‍સવને વધુ ભવ્‍ય અને રંગીન બનાવવા માટે જય ભવાની સાઉન્‍ડ સાથેનો સંગાથ રહેશે, જ્‍યારે જીલ એન્‍ટરટેઈનમેન્‍ટના કીર્તિ વિમલ ઓર્કેસ્‍ટ્રા સાથે સંગીતનો માહોલ જમાવશે. રાસોત્‍સવના સમગ્ર પરિસરને આકર્ષક અને ભવ્‍ય રૂપ આપવા માટે માં બુટ ભવાની મંડપના રાકેશ વ્‍યાસ દ્વારા મંડપ અને ડેકોરેશન કરવામાં આવશે. આધુનિક સાઉન્‍ડ, જીવંત ઓર્કેસ્‍ટ્રા અને આકર્ષક ડેકોરેશન સાથે પરંપરાગત ગરબા તથા આજના ટ્રેન્‍ડિંગ રાસનો અનોખો સમન્‍વય ખેલૈયાઓ માટે ઉત્‍સાહ, આનંદ અને યાદગાર ક્ષણોથી ભરપૂર બની રહેશે.

આ વર્ષે રાસોત્‍સવનો હિસ્‍સો બનવા માટે ફોર્મ હવે ઉપલબ્‍ધ છે. ખેલૈયાઓ નીચેના સ્‍થળોએથી ફોર્મ મેળવી શકશેઃ ૧. રઘુવંશી વડાપાઉ- બાલાજી મંદિર સામે ,૨. એકતા પ્રકાશન - યુનિવર્સિટી રોડ,૩. એરટેલ શોપ - જાસલ કોમ્‍પ્‍લેક્ષ પાસે, ૪. રાધે કેન્‍ડી - રાજ પેલેસ સામે સાધુવસવાણી રોડ , ૫. જલારામ મંદિર - ભીલવાસ, ૬. મુંબઈ મહારાજા વડાપાઉં - રેલનગર.

આ ઉપરાંત ખેલૈયાઓ જાનકી પ્રોપર્ટીઝ, જગન્નાથ ચોક, સાંઈનગર કોમ્‍યુનિટી હોલની સામે આવેલા કાર્યાલય પરથી રૂબરૂ ફોર્મ મેળવી શકે છે. કાર્યાલયે આવી ન શકતા ખેલૈયાઓ માટે વ્‍હોટસએપ દ્વારા પીડીએફ ફોર્મ મંગાવવાની સુવિધા પણ ઉપલબ્‍ધ હોવાનું જણાવયું છે.

આ નવરાત્રીમાં માત્ર જોવા નહીં, સાથે મળીને રમવા આવો... ભક્‍તિમાં જોડાવા આવો... અને રઘુવંશી એકતાના આ ભવ્‍ય રાસોત્‍સવનો હિસ્‍સો બનો. રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા તમામ રઘુવંશી પરિવારોને પરિવાર સહિત મહોત્‍સવમાં જોડાઈ આ પવિત્ર અને આનંદમય પર્વને યાદગાર બનાવવા આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે. ફોર્મ તથા વધુ માહિતી માટે સંપર્કઃ જાનકી પ્રોપર્ટીઝ, જગન્નાથ ચોક, સાંઈનગર કોમ્‍યુનિટી હોલની સામે મો. ૯૩૨૭૭ ૦૬૭૦૭.

(3:44 PM IST)