<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

GGMની પ્રાચીન ગરબી બંધ રહેશે

સૌરાષ્‍ટ્રની પ્રથમ હરોળની અને દેશ-વિદેશમાં ખ્‍યાતિ પ્રાપ્‍ત પ્રાચીન ગરબા, શિસ્‍ત, કલા, સંગીત, શબ્‍દ-સૂરના સથવારે થતીઃ ૫ દાયકા જૂની ગેલેક્‍સી ગરબી મંડળ આ વર્ષે નવરાત્રી મહાપર્વની ઉજવણી નહી કરે

રાજકોટ,તા.૧૦: આદ્યશક્‍તિની આરાધનાનું પાવન મહાપર્વ આસો નવરાત્રી છે. સમીસાંજ થતા જ શહેરના ચોક ચાચર ચોક બની માતાજીની રાસ ગરબા રમી આરાધના કરે છે. રાજકોટની ગેલેક્‍સી ગરબી મંડળ છેલ્લા પ દાયકાથી આસો નવરાત્રી પર્વની ઉજવણી કરે છે. પરંતુ આ વર્ષે જીજીએમ દ્વારા ગરબી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્‍યો છે. આ નિર્ણયથી શૈક્ષણિક, સામાજીક ક્ષેત્રે આંચકો લાગ્‍યો છે.

આસો નવરાત્રીમાં ગેલેક્‍સી ગરબી મંડળ છેલ્લા ૫ દાયકાથી કાલાવડ રોડ ઉપર આવેલ કણસાગરા મહિલા કોલેજ પરિસરમાં ખુબ ભવ્‍ય દિવ્‍ય રીતે આયોજન કરવામાં આવે છે. ગેલેક્‍સી ગરબી મંડળની ગરબે ઘુમતી બાળાઓના રાસનું દેશ-વિદેશમાં લાખો લોકો જીવંત પ્રસારણ નિહાળે છે અને તેની દિવ્‍યતા ભવ્‍યતાની પ્રશંસા કરે છે.

ગેલેક્‍સી ગરબી મંડળમાં માત્ર પ્રાચીન ગરબા રમાય છે, તેમાં સંગીત-સુર, કલા, એકાગ્રતાનો અનોખો સંગમ રચાય છે. એકસાથે છ ગ્રુપમાં ગરબા રમાય છે. જેને નિહાળવા એક યાદગાર સંભારણું બની જાય છે.

આ વર્ષે ગેલેક્‍સી ગરબી મંડળની ગરબી ન થવા પાછળ અનેક પરિબળો ઉપસ્‍થિત થયા છે. જેમાં મુખ્‍ય સંચાલક શ્રી કિરણભાઈ પટેલની નાદુરસ્‍ત તબિયત, રાસની તાલીમ પ્રશ્ન, હોસ્‍ટેલનું બાંધકામ હોવાની ચર્ચા ચાલે છે.

(3:45 PM IST)