તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
ત્રિકોણબાગના રાજા સાથે જોડાઇ‘ગજાનના'ની ભેટ
સોહિલ બ્લોચ દ્વારા દોઢ દાયકા અગાઉ સંગીત સફરની શરૂઆત કરવામાં આવી હતી.

રાજકોટ તા.રઃ ગણપતિ મહોત્સવ - ત્રિકોણબાગના રાજાની ભક્તિમય ઉજવણીમાં આ વર્ષે એક માસ સંગીતમય ભેટ તરીકે ‘‘ગજાનના'' નામનું નવું ભક્તિગીત રજૂ થવા જઈ રહ્યું હોવાનું યાદીમાં જણાવાયુ છે.
‘‘ગજાનના'' સોહિલ બ્લોચ માટે માત્ર એક ગીત કે આલ્બમ નથી, પરંતુ તેમની ૧૫ વર્ષ લાંબી સંગીત સફર સાથે જોડાયેલી એક ખાસ લાગણીસભર કડી છે. આશરે ૧૫ વર્ષ પહેલાં ત્રિકોણબાગના રાજા ખાતે જ સોહિલ બ્લોચની સંગીત સફરની શરૂઆત થઈ હતી. તે સમયે જિમી અડવાણીએ સોહિલ બ્લોચને પ્રથમ તક આપી હતી તેમ જણાવાયું છે.
તેમણે સોનુ નિગમ, અનુરાધા પૌડવાલ અને ઉષા મંગેશકર જેવા ગાયકો પાસે પોતાની સંગીત રચનાઓ ગવડાવી છે. તેમણે બલી ડાંગર સાથે મળીને મોગલ મા અને મહાદેવ જેવા ભક્તિ વિષયો પર પણ સંગીત રચનાઓ કરી છે.
હવે તેમનો ૨૫મો આલ્બમ ‘‘ગજાનના'' ભગવાન શ્રી ગણેશજીને સમર્પિત કરવામાં આવી રહેલ હોવાનું જણાવાયું છે.
તસ્વીરમાં ‘‘અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સોહિલ બ્લોચ (મો.૯૩૨૭૨ ૪૦૦૦૪), પુજા પીઠડીયા, વૈશાલી લાલસેતા, સ્મિતી ઉપાધ્યાય, સંજય કુમારખાણીયા નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:27 PM IST)










