તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 27th June 2026
લોધિકાના હરિપર (પાળ) ગામે કન્યા કેળવણી મહોત્સવ - પ્રગતિનો પ્રવેશોત્સવ

રાજકોટ : જિલ્લાના લોધિકા તાલુકાના હરિપર (પાળ) ગામે કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ એકમાં પ્રવેશ મેળવનાર નાના ભૂલકાઓને પ્રવેશ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશ તેમજ રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મનોજ રાઠોડ, જેટકો રાજકોટના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી મહેતા, જીલ્લા કિસાન મોરચા મહામંત્રી પ્રમુખ ડેનિશભાઈ હદવાણી, જીલ્લા ભાજપ આગેવાન મુકેશભાઈ તોગડીયા, ઉપપ્રમુખ તાલુકા પંચાયત શૈલેષભાઈ રાઠોડ, લોધિકા તાલુકા મામલતદાર પી.એ.છાટબાર, તાલુકા શિક્ષણ અધિકારી ઇલાબેન ઝાલા, લોધિકા તાલુકા સીડીપીઓ મેડમ, ગામના આગેવાન કાળુબાપા, સરપંચ મુન્નાભાઈ, ઉપસરપંચ ભીખુભાઈ ડાંગર, ગામના આગેવાન તથા કંપાસના દાતા વિક્રમભાઈ હુંબલ, સ્કુલ બેગના દાતા ગ્રીનવુડ સ્કૂલના ભૂપતસિંહ જાડેજા, બીઆરસી દર્શનભાઈ, મહામંત્રી તાલુકા અ.જા.મોરચા વિનોદભાઈ મહિડા, તલાટી મંત્રી બી. ડી. જાડેજા તથા સમગ્ર ગ્રામ પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સફળ આયોજન માટે શાળાના આચાર્ય હિનાબેન ઠાકર તથા શિક્ષકગણ નયનાબેન દુધાત, કિશોરભાઈ પરમાર, કિરીટભાઈ છાયા, જતીનભાઈ ચાવડા, શિલ્પાબેન મારૂ, ઋતિક્ષાબેન જોશી, મિન્ટુબેન સામાણી, વિનસબેન ભુવા, જાગળતિબેન સોનારા, પૂર્વીબેન રાઠોડ, કવિતાબેન મોદી, સંગીતાબેન ગોહેલ અને જિગીષાબાએ જહેમત ઉઠાવી હતી.
(2:25 PM IST)










