<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

જે માડી ગ્રુપ દ્વારા કાલે વોર્ડ નં૧૧-૧૨-૧૩ની તમામ ગરબી મંડળની બાળાઓ માટે ભોજન પ્રસાદઃ લ્‍હાણી વિતરણ

રાજકોટઃ જે માડી ગ્રુપ દ્વારા ૧૯ વર્ષથી વિવિધ ગરબી મંડળની બાળાઓને જમાડવામાં આવે છે. અને લાણી વિતરણ કરાય છે ત્‍યારે આવતીકાલે તા.૧૮ને રવિવારે વોર્ડ નં.૧૧-૧૨-૧૩ની વિવિધ ગરબી મંડળની બાળાઓને સ્‍વામીનારાયણ ચોક નવલનગર ૩/૧૭ના કોર્નર ખાતે જમાડવામાં આવશે.

આ અવસરે અતિથિ વિશેષ તરીકે પૂર્વ સાંસદ સાધ્‍વી પ્રજ્ઞા ઠાકુરના શિષ્‍ય બ્રહ્મચારી હરિ ચેતનાનંદ સ્‍વામી (ભોપાલ) અને હિતુભા આશીર્વાદ પાઠવશે.

આયોજનમાં ગુજરાત રાજ્‍ય આહીર  સમાજના નાથાભાઈ જુગાભાઈ બોરિચા, જે માડી હોટલના સંચાલક મેહુલ બોરિચા, વોર્ડ નં.૧૧ના પૂર્વ મહામંત્રી સંજય બોરિચા, યુવા ભાજપ મંત્રી જય બોરિચા, આહિર સેના ઉપપ્રમુખ વિજયભાઈ બોરીયા (ખાંડેખા), વકિલ વિનય બોરિચા, જે માડી હોટલ મયુર બોરિચા  ઉદ્યોગપતિ સ્‍મિત બોરિચા, પારસ બોરિચા, અજય જેઠા, ઋતુરાજસિંહ જાડેજા, પારસ ખાંખેડા, કુલદીપભાઈ ખાદા જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:24 PM IST)