<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

વિવેકાનંદનગરમાં દુકાનમાં એસિડ પી લેનારા સોની વેપારી તેજસભાઇનું મૃત્‍યુ

બે સંતાને પિતાની છત્રછાંયા ગુમાવીઃ કેવડાવાડીના રાણપરા પરિવારમાં શોકઃ આર્થિક વ્‍યવહારમાં ચીટીંગ થયાનો આક્ષેપઃ પોલીસ તપાસ

રાજકોટ તા. ૨૩: કેવડાવાડીમાં રહેતાં સોની વેપારી યુવાને ચાર દિવસ પહેલા વિવેકાનંદનગરમાં પોતાની દુકાને એસિડ પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયેલ. જેનું સારવાર દરમિયાન મૃત્‍યુ થતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ કેવડાવાડી શેરી નં. ૧૫માં રહેતાં તેજસભાઇ શિરીષભાઇ  રાણપરા (ઉ.વ.૩૯) નામના વેપારીએ તા. ૧૯ના રોજ વિવેકાનંદનગરમાં દેવપરા પાસે આવેલી પોતાની બી. એમ. જ્‍વેલર્સ નામની દુકાને હતાં ત્‍યારે એસિડ પી જતાં કારીગર રાજુભાઇને ખબર પડતાં તેણે તુરત જ વેપારીના ભાઇને જાણ કરી હતી અને તેજસભાઇને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. તેમનું સારવાર દરમિયાન ગત રાતે મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ભક્‍તિનગર પોલીસને જાણ કરતાં હેડકોન્‍સ. પ્રશાંતસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનારા તેજસભાઇ બે ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક દિકરો  અને એક દિકરી છે. તેજસભાઇ દુકાનમાં સોની કામની મજુરી કરતાં હતાં. તેમને અન્‍ય બે વેપારી ઘરેણા બનાવવા આપતાં હતાં. સાતેક મહિનાના હિસાબની લેતીદેતી બાકી હોઇ આર્થિક વ્‍યવહારમાં ચીટીંગ થતાં આ પગલુ ભર્યાનો આક્ષેપ થતાં પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(2:26 PM IST)