<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

કાંગશીયાળી પાસે કારે હડફેટે લેતા ગોંડલનાં બાઇક ચાલક ભાવેશભાઇનું મોત

ગોંડલથી રાજકોટ ફોનનુ નવુ સીમકાર્ડ કઢાવવા જઇ રહ્યા હતા ત્‍યારે અકસ્‍માત નડયોઃ કાર ચાલક સામે શાપર પોલીસમાં ફરીયાદ

રાજકોટ તા. રર :.. રાજકોટની ભાગોળે કાંગશીયાળી ગામની સીમમાં હાઇવે પર ખોડીયાર ચોકડી પાસે કારના ચાલકે સ્‍કુટરને હડફેટે લેતાં ગોંડલ રહેતા આઘેડનું માથામાં હેમરેજ સહિતની ગંભીર ઇજા થતા મૃત્‍યુ નિપજયું હતું. શાપર પોલીસે આ મામલે ગોંડલાં માર્કેટીંગ યાર્ડ પાછળ શ્રીનાથજી સોસાયટીમાં રહેતા આકાશ ભાવેશભાઇ સીદપરા (ઉ.ર૩) ની ફરીયાદ પરથી કાર ચાલક સુમીત સુખાભાઇ ટીલાળા (રહે. રાજકોટ) સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આકાશભાઇએ ફરીયાદમાં જણાવ્‍યું કે તે એક ભાઇ બહેનમાં નાના છે. મોટા બહેન ભૂમિબેન ખાટલી ગામે સાસરે છે. ગઇકાલે તે ખાનગી કંપનીમાં પોતાની નોકરી પર હતા ત્‍યારે અજાણ્‍યા માણસે ફોન કરી તમારા પિતાનું હાઇવે પર ખોડીયાર ચોકડી પાસે અકસ્‍માત થયો છે. તે વાત કરતાં તે તેના મિત્ર સાથે ખાનગી હોસ્‍પિટલમાં પહોંચ્‍યા હતા. જયાં તેના પિતા ભાવેશભાઇ છગનભાઇ સીદપરા (ઉ.૪૬) આઇસીયુ ાં દાખલ હતાં.

જેને માથામાં ઇજા હતી, તેમજ કાનમાંથી લોહી નિકળતુ હતું. આ સમયે તેને જાણવા મળ્‍યુ હતું કે, તેના પિતાને અકસ્‍માત સર્જનાર કાર ચાલક પોતાની કારમાં હોસ્‍પિટલે લાવ્‍યો છે. જેથી ચાલક હાજર હોય તેણે પોતાનું નામ સુમિત ટીલાળા હોવાનું જણાવ્‍યુ હતું. બીજી તરફ સારવાર દરમિયાન તેના પિતાનું મૃત્‍યુ નિપજયુ હતું. જાણ થતા પડધરી પોલીસે જરૂરી કાર્યવાહી કરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક ભાવેશભાઇ બાઇક લઇ ગોંડલથી રાજકોટ ફોનનું સીમકાર્ડ કઢાવવા માટે જઇ રહ્યા હતા ત્‍યારે ખોડીયાર ચોકડી પાસે વાવડી રોડ તરફથી ઘસી આવેલી કારના ચાલકે તેને હડફેટે લેતા અકસ્‍માત સર્જાયો હતો.

(1:18 PM IST)