<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

રિક્ષા ભાડાના રૂા. ૭૦ મામલે વિજયભાઇને ગોપાલે છરી ઝીંકી

આહિર ચોક લાલ પાર્ક પાસે બનાવઃ આધેડ સારવારમાં

રાજકોટ તા. ૭: શહેરના અટીકા વિસ્‍તારમાં ન્‍યુ લાલબહાદુર શાષાીનગર મેઇન રોડ પર પાણીના ટાંકા પાસે રહેતાં રિક્ષાચાલક વિજયભાઇ દિનેશભાઇ વાગડીયા (ઉ.વ.૪૫) નામના આધેડ રાતે આહિર ચોક નજીક લાલપાર્કમાં રિક્ષા લઇને ઉભા હતાં ત્‍યારે અહિ ફ્રુટની લારી લઇને ઉભા રહેતાં ગોપાલ નામના શખ્‍સે ઝઘડો કરી સાથળમાં છરી ઝીંકી દેતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયા છે.

વિજયભાઇએ કહ્યું હતું કે હું રિક્ષા હંકારી ગુજરાન ચલાવુ છું અને મારે સંતાનમાં એક દિકરો તથા બે દિકરી છે. અગાઉ મેં ગોપાલનું ભાડુ કર્યુ હોઇ તેની પાસેથી મારે રૂપિયા ૭૦ લેવાના હતાં. પરંતુ તે ઉઘરાણી કરવા છતાં આપતો નહોતો. ગત રાતે ફરીથી તે ભેગો થઇ જતાં મેં ઉઘરાણી કરતાં તેણે તું શું બધાયને વાતો કરતો ફરે છે? તેમ કહી ગાળો દેતાં મેં પણ ગાળો દેતાં તેણે છરી કાઢી હુમલો કર્યો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં ભક્‍તિનગર પોલીસે ખરેખર શું બન્‍યું હતું? તે જાણવા તપાસ  હાથ ધરી હતી.

(3:20 PM IST)