તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th October 2026
સરગમનાં સૂર, ઓરકેસ્ટ્રાના તાલ અને બહેનોના સ્ટેપ્સનો કોમ્બો એટલે ગોપી રાસોત્સવ
બહેનોના જોશ અને ઉમંગને જોઇને નિર્ણાયકો પણ મૂંઝવણ અનુભવે છે, લાખેણા ઇનામોનો વરસાદ

રાજકોટ : રાસોત્સવમાં સરગમ ક્લબના મંત્રી મૌલેશભાઈ પટેલનો જન્મદિવસ હોવાથી સરગમ પરિવાર દ્વારા સન્માન અને અભિવાદન કરવામાં આવેલ. ડો. યાજ્ઞિક રોડ ઉપર આવેલી ડી.એચ. કોલેજનાં મેદાનમાં ચાલી રહેલા ગોપી રાસોત્સવમાં નવરાત્રીનો માહોલ બરાબર જામ્યો છે. ધમાકેદાર ઓરકેસ્ટ્રા અને સુરીલા સિંગરો સાથે રાસે રમતી બહેનો જમાવટ કરી રહ્યા છે. તેથી આ કોમ્બો નિહાળવો એક લ્હાવો બની ગયો છે. અહીં ગરબે રમતી બહેનોને જોઇને નિર્ણાયકો પણ મીઠી મૂંઝવણમાં પડી જાય છે. તેમ યાદીમાં જણાવાયું છે.
રોજેરોજ લાખેણા ઇનામો આપવામાં આવે છે. સરગમ ગોપીરાસમાં મનસુરભાઈ ત્રિવેદી પ્રસ્તુત મેલોડી કલર્સ ઓરકેસ્ટ્રાના સથવારે અને કીબોર્ડ તુષારભાઈ ગોસાઇ સાથે ગાયક કલાકારો આસિફ જેરિયા, હેમંત પંડ્યા, નિલેષ પંડ્યા, પ્રિયા જોશી, વિજયાબેન ટીમાણિયા સંગીતમાં જમાવટ કરે છે.
ચોથા નોરતે આ રાસોત્સવ નિહાળવા માટે મૌલેશભાઈ પટેલ, માધવભાઈ દવે, કમલેશભાઈ મીરાણી, વિક્રમભાઈ પૂજારા, રાકેશભાઈ પોપટ, મધુભાઈ પટોળિયા, ડૉ. એમ. વી. વેકરીયા, શિવલાલભાઈ રામાણી, પ્રવીણભાઈ ધોળકિયા, નિકુંજભાઈ ધોળકિયા, કિરણભાઈ બાટવિયા, અતુલભાઈ શેઠ, રમેશભાઈ ઠક્કર, ઉષાબેન રામાણી, રમાબેન માવાણી, જયશ્રીબેન સેજપાલ, રશમીનભાઈ પટેલ, ડિમ્પલબેન પટેલ, ડી. કે. સખીયા, અશોકસિંહ વાઘેલા, ગાયત્રીબા વાઘેલા, હિરેનભાઇ કતિરા, તેજસભાઈ ભટ્ટી, શિવલાલભાઈ બારસિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
છઠ્ઠા નોરતે ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ધનરાજભાઈ જેઠાણી, રમેશભાઈ પટેલ, શંભુભાઈ પરસાણા, સ્મિતભાઈ પટેલ, મુકેશભાઈ શેઠ, પ્રતાપભાઈ પટેલ, પિયુષભાઇ પારેખ, અશોકભાઈ વૈષ્નાણી, નટુભાઈ ઉકાણી, મધુભાઈ પટોળીયા, બકિરભાઈ ગાંધી, અશોકભાઈ બાબરાવાળા, સાકેતભાઈ આર્ય, શૈલેશભાઈ પાબારી, વિક્રમભાઈ જૈન, હારીતભાઈ મહેતા (બેંક), સુનીલભાઈ શાહ, તેજસભાઈ રાજદેવ, હરગોપાલસિંહ જાડેજા, કરશનભાઈ આદ્રોજા, જમનભાઈ ભાલાણી, રાજુભાઇ રુપમ, ઈશ્વરભાઈ ત્રાડા, ચંદુભાઈ મોલિયા, અશોકભાઈ પટેલ, કમલેશભાઈ આંબલિયા, અશોકભાઈ જોષી, અભિષેકભાઈ ગઢિયા, કમલેશભાઈ રામાણી, સવજીભાઈ પરસાણા, બીરેનભાઇ વાળા, રાજુભાઈ પટેલ, જયેશભાઈ શાહ તેમજ ભરતભાઈ ગાજીપરા વગેરેનો સમાવેશ થાય છે.
આ રાસોત્સવને સફળ બનાવવા માટે સરગમ પરિવારના માર્ગદર્શક અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા અને પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ ઉકાણી, ભરતભાઇ સોલંકી, રાજભા ગોહિલ, જયસુખભાઇ ડાભી, રાજેન્દ્રભાઈ શેઠ, સુરેશભાઇ દેત્રોજા, કૌશિકભાઈ વ્યાસ, કનૈયાલાલ ગજેરા, ધીરુભાઈ હિરાણી, શૈલેશભાઈ શેઠ, ભરતભાઇ સોજીતરા, નિતિનભાઈ ગોંડલિયા ઉપરાંત લેડિઝ કલબના ડો. ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલિયા, અલકાબેન કામદાર, છાયાબેન દવે, ગીતાબેન હીરાણી, ડૉ. અલ્કાબેન ધામેલિયા નિશાબેન વડગામા, મીનાક્ષીબેન લિંબાસિયા, કલ્પનાબેન રાજ્યગુરુ, મિતાબેન વ્યાસ, ડૉ. મધુરીકાબેન જાડેજા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
(2:23 PM IST)










