News of Wednesday, 25th November 2026
એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ સામે મનપા દ્વારા રેલી

રાજકોટઃ ભારત સરકાર દ્વારા દર વર્ષે ૧૮ થી ૨૪ નવેમ્બર દરમિયાન ‘વર્લ્ડ AMR અવેરનેસ વીક' ની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ ૨૦૨૬ ની થીમ "One Health, One Action: Prevent AMR Now" ને સાર્થક કરવાના હેતુથી રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે રેસકોર્સ રિંગ રોડ ખાતે એક વિશાળ જનજાગળતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં એન્ટિબાયોટિક અને અન્ય એન્ટિમાઇક્રોબાયલ દવાઓના અયોગ્ય તથા વધુ પડતા ઉપયોગથી થતા ગંભીર જોખમો અંગે જાગળતિ લાવવાનો હતો.
(3:37 PM IST)










