<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

આગામી ૮ અને ૯ ઓકટોબરે રાજયપાલ રાજકોટમાં તાલુકાના બે ગામોમાં જશેઃ બેડી ખાતે સેમીનાર

રાજયપાલશ્રી રાજકોટમાં એક ગામમાં રાત્રી રોકાણ કરી ભોજન લેશે

રાજકોટ, તા. ૩૦: ગુજરાતના રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતજી આગામી ૮ અને ૯ ઓક્‍ટોબરે બે દિવસીય સત્તાવાર મુલાકાતે રાજકોટ આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ યુવા ઉત્‍સાહને પ્રોત્‍સાહન આપવા સાથેસાથે રાજ્‍યમાં પ્રાકળતિક ખેતીના વ્‍યાપને વેગ આપવા માટે વિવિધ મહત્‍વપૂર્ણ કાર્યક્રમોમાં ઉપસ્‍થિત રહેશે.મુલાકાતના પ્રથમ દિવસે રાજ્‍યપાલ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી ખાતે યોજાનારમાં યુવક મહોત્‍સવમાં વિશેષ ઉપસ્‍થિત રહેશે. યુવાનોની કલા, સંસ્‍કળતિ અને ઙ્કતિભાને ઉજાગર કરતા આ મહોત્‍સવમાં તેઓ વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કરશે.રાજ્‍યપાલના અભિયાન સમાન ‘પ્રાકળતિક ખેતી'ના પ્રચાર-પ્રસાર અર્થે બેડી ખાતે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ સેમિનારમાં તેઓ ખેડૂતોને રાસાયણિક ખાતરો છોડીને ઝેરમુક્‍ત અને પ્રાકળતિક ખેતી અપનાવવા માટે માર્ગદર્શન પૂરું પાડશે. રાજકોટ રોકાણ દરમિયાન રાજ્‍યપાલ રાજકોટ તાલુકાના બે ગામમાં ખાસ રોકાશે. રાત્રી ભોજન-યોગના કાર્યક્રમો યોજયા છે. આ મુલાકાતનો હેતુ ગ્રામીણ સ્‍તરે વિકાસ કાર્યો, સરકારી યોજનાકીય અમલીકરણ તેમજ પ્રાકળતિક ખેતી કરતા અગ્રણી ખેડૂતોના ખેતરોની રૂબરૂ મુલાકાત લેવાનો છે.રાજ્‍યપાલના આ પ્રવાસને લઈને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમની આ મુલાકાતથી શૈક્ષણિક જગતમાં ઉત્‍સાહ વધવાની સાથે કળષિ ક્ષેત્રે પ્રાકળતિક ખેતી અંગેની જાગળતિ વધુ મજબૂત બનશે.

(2:39 PM IST)