<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

શાપરમાં અનીશને ગોવિંદે ધક્કો દઇ પહેલા માળેથી પછાડયો

રાજકોટ તા. ૮: શાપર વેરાવળમાં કીચ ગેઇટની સામે એવરેસ્‍ટ એન્‍જિનીયરર્સ પાસે રહેતાં અનીશ મુનીલાલ ગોૈતમ (ઉઉવ.૨૪) નામના યુવાનને શાપરમાં હતો ત્‍યારે ગોવિંદ ચોૈહાણ નામના શખ્‍સે ઝઘડો કરી એકાદ માળની ઉંચાઇથી ધક્કો દઇ પછાડી દેતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. તે કારખાનામાં મજૂરી કરે છે. કોઇ વાતે બોલાચાલી થયા બાદ આ બનાવ બન્‍યો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં શાપર પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:54 AM IST)