<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

રવિવારે કલાસ વન અને ટુ અધીકારી સંદર્ભે GPSCની પરીક્ષાઃ ૫૯૫૪ ઉમેદવારોઃ ૨૮ કેન્‍દ્ર

કાલે સાંજે ચેરમેનની વીડિયો કોન્‍ફરન્‍સઃ કલેકટર-જીલ્લા શિક્ષણ અધીકારી વીગતો આપશે..

રાજકોટ, તા.૩: આગામી રવિવારે રાજકોટ ખાતે GPSC દ્વારા યોજાશે, પરીક્ષા સવારે ૧૧: ૦૦ થી બપોરે ૦૨:૦૦ વાગ્‍યા સુધી યોજાશે. વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અંત્રે સૌરાષ્‍ટ્રભરમાંથી કુલ ૫,૯૫૪ પરીક્ષાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેશે. રાજકોટ શહેરની વિવિધ શાળાઓ અને કોલેજોમાં કુલ ૨૮ પરીક્ષા કેન્‍દ્રો ફાળવવામાં આવ્‍યા છે.

પરીક્ષાના સુચારુ સંચાલન અને કાયદો-વ્‍યવસ્‍થાની સમીક્ષા માટે તૈયારીઓ તેજ કરવામાં આવી છે. આ સંદર્ભમાં, આવતીકાલે સાંજે ૦૫:૦૦ કલાકે GPSCના ચેરમેન શ્રી હસમુખ પટેલ દ્વારા વીડિયો કોન્‍ફરન્‍સનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ વીડિયો કોન્‍ફરન્‍સમાં જિલ્લા કલેક્‍ટર ડૉ. ઓમ પ્રકાશ અને જિલ્લા શિક્ષણ અધિકારી  સહિતના ઉચ્‍ચ અધિકારીઓ ખાસ ઉપસ્‍થિત રહેશે અને પરીક્ષાની આખરી તૈયારીઓની સમીક્ષા કરશે. 

(3:29 PM IST)