તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th October 2026
તપસ્વી સ્કુલ દ્વારા કાલથી ત્રણ દિવસ રાસોત્સવ
વિદ્યાર્થીઓ-શિક્ષકોની સહભાગીદારોથી પ્રાચીન-અર્વાચીન રાસનો સમન્વય રજુ થશે

રાજકોટ, તા. ૭: તપસ્વી સ્કૂલ્સ દ્વારા એક દાયકાથી પણ વધારે સમયથી વિદ્યાર્થીઓ માટે પરંપરાગત નવરાત્રી રાસનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ત્રણ દિવસીય ‘રાસોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ રાસોત્સવમાં તપાસ્વી સ્કૂલ્સના વિવિધ વિભાગોના કુલ ૧,૦૬૨ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે.
તપસ્વી સ્કૂલ્સના રાસોત્સવની વિશેષતા એ છે કે તેમાં આધુનિક રાસ-ગરબાની રજૂઆત જ નહીં, પરંતુ ગુજરાતની પ્રાચીન ગરબીની પરંપરા અને અર્વાચીન રાસની રંગતને પણ સુંદર રીતે રજૂ કરવામાં આવે છે. પ્રેપ થી ધો.૧૨ ના વિદ્યાર્થીઓને રાસના તાલ અને પગલાં શીખવવાની સાથે સાથે આપણી લોકપરંપરાઓનું મહત્વ સમજાવવામાં આવે છે. રાસોત્સવની વિશેષતા માત્ર સ્ટેજ પરની રજૂઆત પૂરતી સીમિત નથી. વિદ્યાર્થીઓ પણ આ ભવ્ય આયોજનનો સક્રિય હિસ્સો બનીને કાર્યક્રમની માર્ગદર્શિકા અને આમંત્રણ રજૂ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી આ પહેલ તેમને જાહેર અભિવ્યક્તિ, જવાબદારી, નેતળત્વ અને સંચાર કૌશલ્ય વિકસાવવામાં પણ મદદરૂપ બની રહી છે.
તા. ૮, ૯, ૧૦ ત્રણ દિવસ સાંજે ૬ વાગ્યાથી રાજશ્રૃંગાર પાર્ટી પ્લોટ, રીલાયન્સ મોલ સામે, ચંદ્રપાર્ક, ૧પ૦ ફુટ રીંગ રોડ ખાતે રાસોત્સવમાં સંગીત, નળત્ય, રંગ, વેશભૂષા, સજાવટ અને ઉત્સાહનો અનોખો સંગમ જોવા મળશે. વિદ્યાર્થીઓની મહિનાઓની મહેનત, શિક્ષકોનું માર્ગદર્શન અને સમગ્ર સ્ટાફનું સમર્પણ આ ભ્ં કાર્યક્રમને યાદગાર બનાવશે.
તસ્વીરમાં ‘અકિલા ખાતે વિગતો વર્ણવતા તપસ્વી સ્કુલના આયોજન સમિતિના સભ્યો નજરે પડે છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:29 PM IST)










